ધોરાજી તાલુકાના સુપેડી ગામે આવેલ મુરલી મનોહર મંદિર અને ગ્રામજનો વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. અગાઉ સ્થાનિક સ્વરાયની ચૂંટણી દરમિયાન પણ આ મુદ્દો ઉગ્ર બન્યો હતો, યાં ગ્રામજનોએ વિરોધ પ્રદર્શન કરી ગામ સ્વયંભૂ બધં રાખ્યું હતું તેમજ ધોરાજી પ્રાંત કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું હતું. ચૂંટણી દરમિયાન મંદિરના મહતં રવિદાસ બાપુ અજ્ઞાતવાસમાં ગયા હોવાનું ચર્ચાતું હતું. હવે ચૂંટણી પૂર્ણ થયા બાદ ફરી એકવાર મહતં અને સેવકો મંદિર ખાતે પહોંચતા વિવાદે નવું સ્વપ ધારણ કયુ છે. પોલીસ તત્રં દ્રારા મહતં રવિદાસ બાપુને પોલીસ મથકે લઈ જવાતા તેમના સમર્થનમાં પરિવારજનો ભગવાન શ્રીકૃષ્ણની પ્રતિમા સાથે ધોરાજી તાલુકા પોલીસ મથકે પહોંચ્યા હતા. બીજી તરફ સુપેડી ગામના ગ્રામજનોએ ગામના ચોરાહે ભેગા થઈ મંદિરના મહતં અને સેવકોનો વિરોધ નોંધાવ્યો હતો. ગામજનોએ આક્ષેપો સાથે સ્પષ્ટ્ર જણાવ્યું હતું કે મહતં અને સેવકોને મંદિર પ્રવેશ ન અપાય. છેલ્લ ા ઘણા સમયથી ધોરાજી પોલીસ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી રહી છે, છતાં વિવાદનો કોઈ અતં દેખાતો નથી. એક તરફ ગ્રામજનો પોતાની માંગ પર અડગ છે તો બીજી તરફ મહતં અને સેવકો પણ પોતાના પક્ષ પર મક્કમ છે. હવે આ વિવાદનો અતં કયારે આવશે અને સત્ય કોના પક્ષે છે તે આવનારો સમય જ બતાવશે