જામનગરની ફાયર બ્રિગેડે ઉંચે સુધી કુલીંગ કરી નુકશાની અટકાવી
જોડીયા તાલુકાના હડિયાણાં ગામ પાસે આવેલી એક પવનચક્કીના ટાવરમાં ગઇકાલે સવારે અકસ્માતે સોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી, અને અંદર વાયરિંગ સળગવા લાગ્યું હતું.
જે આગની ગરમીના કારણે પવનચક્કીની બહારની સાઈડના ભાગમાં આગ ના બળવાના કાળા નિશાનો દેખાયા હતા, અને પવનચક્કી ખૂબ જ ગરમ થઇ હતી. જે બનાવ અંગે સુજલોન કંપનીના સ્થાનિક મેનેજર દ્વારા જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખા નો સંપર્ક સાધવામાં આવ્યો હતો, અને ફાયર શાખાની ટુકડી તાબડતોબ ઘટના સ્થળે પહોંચી હતી.
જ્યાં અંદાજે 35 ફૂટ ઉંચે સુધી પાણીનો મારો ચલાવી પવન ચક્કીના ટાવરની બોડી માં કૂલિંગ કર્યું હતું, અને આખરે આગ કાબુમાં આવી ગઇ હોવાથી સર્વેએ હાશકારો અનુભવ્યો હતો. ઉપરાંત પવનચક્કી ને થતી લાંબી નુકસાની અટકી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહિરલબા જાડેજા સ્વસ્થ થતા પોલીસે ફરી હાથ ધરી પૂછપરછ
May 02, 2025 02:24 PM‘સાહેબ , અમે ઢેલનો મૃતદેહ શાક કરવા માટે લઈ જતા હતા!’
May 02, 2025 02:24 PMમજીવાણાનો યુવાન રાષ્ટ્રીયકક્ષાની બેડમીન્ટન સ્પર્ધામાં દાખવશે કૌવત
May 02, 2025 02:22 PMપોરબંદરમાં રોડમાં અડચણપ એવા ખાનગી નાના દેવસ્થાનનું મનપાએ કર્યુ ડિમોલીશન
May 02, 2025 02:20 PMપોરબંદરમાં રાજ્યકક્ષાની જુડો સ્પર્ધામાં ૧૫૦૦થી વધુ ખેલાડીઓએ લીધો ભાગ
May 02, 2025 02:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech