BREAKING NEWS

રાષ્ટ્રપતિ ભવનની નજીક આગ લાગી, ફાયર બ્રિગેડના અનેક ગાડીઓ પહોંચી

  • October 21, 2025 04:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજધાની દિલ્હીથી મોટા સમાચાર આવી રહ્યા છે. મંગળવારે બપોરે રાષ્ટ્રપતિ ભવનના ગેટ નંબર 31 પાસે એક ઇમારતમાં આગ લાગી હતી. આગની જાણ થતાં જ ગભરાટ ફેલાઈ ગયો હતો. દિલ્હી ફાયર સર્વિસ (DFS) ના અધિકારીઓના જણાવ્યા અનુસાર, પાંચ ફાયર એન્જિન તાત્કાલિક ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા.


20 મિનિટમાં આગ કાબુમાં આવી

એક DFS અધિકારીએ જણાવ્યું કે બે માળની ઇમારતના ગ્રાઉન્ડ ફ્લોર પર ઘરવખરીના સામાનમાં આગ લાગી. આ ઘટનાની જાણ બપોરે 1:51 વાગ્યે કરવામાં આવી હતી. તેમણે ઉમેર્યું કે 20 મિનિટમાં આગ કાબુમાં આવી ગઈ. "અમે પાંચ ફાયર એન્જિન ઘટનાસ્થળે મોકલ્યા હતા. બપોરે 2:15 વાગ્યા સુધીમાં આગ કાબુમાં આવી ગઈ," DFS અધિકારીએ જણાવ્યું.


મોહન ગાર્ડન વિસ્તારમાં આગ

નોંધનીય છે કે પશ્ચિમ દિલ્હીના મોહન ગાર્ડન વિસ્તારમાં પણ આગ લાગી હતી. દિવાળીની રાત્રે ચાર માળની રહેણાંક ઇમારતમાં આગ લાગી હતી. જોકે, ઘટના બાદ સાત લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા. અધિકારીઓએ મંગળવારે ઘટનાની જાણ કરી. PCRને રાત્રે 9:49 વાગ્યે મોહન ગાર્ડનમાં એક ઘરમાં આગ લાગી હોવાનો ફોન આવ્યો હતો.​​​​​​​

સાત લોકોને બચાવી લેવામાં આવ્યા

ડેપ્યુટી પોલીસ કમિશનર (દ્વારકા) અંકિત સિંહે જણાવ્યું હતું કે, "ત્રણ પરિવારોના કુલ સાત લોકોને ઇમારતમાંથી બચાવી લેવામાં આવ્યા હતા. ફાયર ફાઇટર આવે તે પહેલાં સ્થાનિક પોલીસે દોરડાનો ઉપયોગ કરીને નજીકના રહેવાસીઓની મદદથી ચાર લોકોને બચાવી લીધા હતા." તેમણે જણાવ્યું હતું કે બાકીના ત્રણ લોકોને ફાયર વિભાગના કર્મચારીઓએ ઘરમાંથી બહાર કાઢ્યા હતા. ડીસીપીએ જણાવ્યું હતું કે બચાવાયેલા લોકોમાં હરવિંદર સિંહ (34), તેમની પત્ની પ્રિયા (27), વીરેન્દ્ર સિંહ (32), તેમની પત્ની પ્રેમવદા, રાખી કુમારી (40) અને તેમના બાળકો વૈષ્ણવી સિંહા (15) અને કૃષ્ણા સિંહા (10)નો સમાવેશ થાય છે. બધા સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application