ચોટીલા શહેરના ખુશીનગર-3 વિસ્તારમાં ગઈકાલ વહેલી સવારે આગની ગંભીર ઘટના બનતાં બે કાર બળીને ખાક થઈ ગઈ હતી. સવારે આશરે ચાર વાગ્યાના અરસામાં એક કારમાં અચાનક આગ ભભૂકી ઊઠતાં આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં બાજુમાં પાર્ક કરેલી બીજી કારને પણ પોતાની ઝપેટમાં લઈ લીધી હતી.
ઘટનાની જાણ થતાં જ ચોટીલા નગરપાલિકાના ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર વિભાગના કર્મચારીઓએ પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, આગની જ્વાળાઓ એટલી વિકરાળ હતી કે ફાયર વિભાગની ટીમ આગ બુઝાવે ત્યાં સુધીમાં બંને કાર બળીને ખાક થઈ ગઈ હતી.
વહેલી સવારે બનેલી આ ઘટનાને પગલે ખુશીનગર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાના અહેવાલ નથી.
જોકે, બંને કારમાં આગ કયા કારણોસર લાગી તે અંગે હજુ સ્પષ્ટતા થઈ નથી. આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હતી કે અન્ય કોઈ કારણસર તે તપાસ બાદ જ જાણી શકાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application