જુનાગઢ જીઆઇડીસી એકમાં વિનોદકુમાર એન્ડ કંપની ના બારદાન ના ગોડાઉનમાં ગઈકાલે સવારે એકાએક આગ લાગી હતી. ગોડાઉનમાં બારદાન ના કોથળા જોવાના કારણે ગણતરીની મિનિટોમાં આગે વિકરાળ સ્વપ ધારણ કયુ હતું અને સમગ્ર ગોડાઉન ઝપટે લીધું હતું. ગોડાઉન માલિકે ફાયર વિભાગને આગ લાગ્યા અંગેની જાણ કરતા જુનાગઢ ફાયર ઓફિસર દીપક જાની, નાયબ ફાયર ઓફિસર યકીન શિવાણી, સ્ટેશન ઇન્ચાર્જ કનુભાઈ, ડ્રાઇવર ઈકબાલભાઈ એસ.ટી.ઓ દ્રિજ જાની અને ધ્રુવિલ પટેલ તથા રમેશભાઈ મોકરીયા પરસોતમભાઈ ચૌહાણ ફાયરમેન રવિભાઈ મેહુલભાઈ રાહુલભાઈ મનીષભાઈ, હરપાલસિંહ આર્યન ખેર સહિતની ત્રણ ટીમ બારદાન ના ગોડાઉન ખાતે આગને કાબુમાં લેવા પહોંચી હતી. શણના કોથળામાં આગ લાગવાથી આગ બેકાબૂ બની હતી અને સમગ્ર ગોડાઉન બળીને ભસ્મિભૂત થયું હતું અને ગોડાઉનમાં રહેલા લાખોની કિંમતના બારદાનના કોથળા પણ બળી ગયા હતા.
ફાયર ઓફિસર દીપકભાઈ જાની ના જણાવ્યા મુજબ કોથળામાં આગ લાગવાના કારણે આગ બુઝાવવી સરળ ન હતી એક બાદ એક સ્થળે આગ વધી રહી હતી. સવારથી બપોર સુધી કરેલી કામગીરી બાદ બપોરે ૪ વાગ્યા આસપાસ આગ કાબુમાં આવી હતી. આગ બુઝાવવા ફાયરની ત્રણ ટીમ દ્રારા અંદાજિત એક લાખ લિટર પાણી નો છટકાવ કર્યેા હતો. બપોરે મહા મહેનતે આગ કાબુમાં આવતા ફાયર ની ટીમે રાહતનો શ્વાસ લીધો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech