BREAKING NEWS

સંક્રાંત પૂરી થતા જ કાલથી ધોરણ 9 થી 12માં પ્રથમ પ્રિલીમ અને દ્વિતીય કસોટી

  • January 15, 2026 11:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



મકરસંક્રાંતિના તહેવારને પૂરા થયાને હજુ 24 કલાક પણ નથી થયા ત્યાં ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ તારીખ 16 થી શરૂ થતી પ્રથમ પ્રિલિમ પરીક્ષા તથા દ્વિતીય કસોટી ની તૈયારીમાં લાગી ગયા છે. તૈયારી માટે માત્ર એક દિવસ છે અને તેથી વિદ્યાર્થીઓમાં તેનું ભારે ટેન્શન જોવા મળે છે.

ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓની પ્રથમ અ પ્રિલીમ અને દ્વિતીય કસોટીની આ પરીક્ષા ફેબ્રુઆરી માર્ચમાં લેવાનારી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા પહેલાની મહત્વની પરીક્ષા ગણવામાં આવતી હોય છે. બોર્ડની મુખ્ય પરીક્ષા માટે કેવી તૈયારી થઈ છે ? તેનો અંદાજ આ પરીક્ષામાંથી મળતો હોય છે. જોકે વિદ્યાર્થીઓ કહે છે કે તહેવારના 48 કલાક બાદ આ પ્રકારે પરીક્ષાનું શેડ્યુલ ગોઠવવાનું યોગ્ય નથી. જો ઉતરાણ પહેલા પરીક્ષા લઈ લેવામાં આવી હોત તો તે વધુ સારું રહેત.

બીજી બાજુ ધોરણ ત્રણ થી આઠ ની બીજા સત્રની ત્રિમાસિક કસોટી આગામી તારીખ 2 ફેબ્રુઆરીથી શરૂ થશે અને તેમાં શાળાઓમાં તારીખ 15 જાન્યુઆરી સુધીમાં જે કંઈ ભણાવવામાં આવ્યું હશે તે કોર્સ માંથી પ્રશ્નો પુછાશે. તારીખ 2 ફેબ્રુઆરી થી શરૂ થનારી ત્રિમાસિક કસોટી તારીખ 14 ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે. 40 -40 માર્કના દરેક વિષયના પેપર રાખવામાં આવશે અને લર્નિંગ આઉટકમ્સ પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે.

વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ આ બંને પરીક્ષાઓ બોર્ડની મુખ્ય પરીક્ષા પહેલાની નેટ પ્રેક્ટિસ જેવી છે અને તેથી બોર્ડની પરીક્ષા પહેલા શું કરવાનું રહેશે? તેનો અંદાજ આ પરીક્ષામાંથી મળી જશે. તે જોતા આ પરીક્ષા વિદ્યાર્થીઓ માટે ઘણી મહત્વની છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application