દક્ષિણ ગુજરાત માં અતી ભારે વરસાદના કારણે માછીમારો ને કરોડો રૂપિયા નું નુકશાન થયું
દક્ષિણ ગુજરાત માં અતી ભારે વરસાદના કારણે માછીમારો ને કરોડો રૂપિયા નું નુકશાન થયું
July 28, 2026 08:58 AM
પાછલા દિવસોમાં દક્ષિણ ગુજરાત માં થયેલ ભારે વરસાદ ના કારણે વલસાડ જિલ્લા અને નવસારી જિલ્લા ના માછીમારો ને કરોડો રૂપિયા નું નુકશાન થયું છે જેમાં નવસારી/ વલસાડ માં ભારે વરસાદ ના કારણે તમામ દરિયાઈ ખેડૂતો ના ઝીંગા ઉછેર ના તળાવ ભારે વરસાદ ના કારણે ધોવાણ થઇ ગયું હતું કે જે તળાવ માંથી ઝીંગા તૈયાર થઈ ગયા હતા અને તળાવ માંથી કાઢવા માટે ની તૈયારી હતી પણ ભારે વરસાદ ના કારણે તમામ ઝીંગા તણાય ગયા હતા જેથી તે તમામ માછીમારો ને કરોડો રૂપિયા નું નુકશાન થયું છે જેથી સરકારી તંત્ર દ્વારા વહેલા સર સર્વે કરાવી અને માછીમારો ને રાહત પેકેજ આપવા અખિલ ગુજરાત માછીમાર મહામંડળ ના પ્રમુખ કિશોરભાઈ કુહાડા અને મહામંડળ ના હોદેદારો દ્વારા વડાપ્રધાન, કેન્દ્રીય મંત્રી ઓ અને ગુજરાત ના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, જીતુભાઈ વાઘાણી અને ફિશરીઝ કમીશ્નર ને રજૂઆત કરવામાં આવેલ છે