BREAKING NEWS

ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાશે!, ગુજરાતમાં પાંચ દિવસ હળવાથી ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

  • October 24, 2025 09:39 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

#aajkaal team


દિવાળી બાદ પણ વરસાદ જવાનું નામ લેતો નથી. હાલ જગતનો તાત મગફળીનો તૈયાર પાક લણી રહ્યો છે અને બીજી તરફ વરસાદની આગાહી કરવામાં આવી છે. આથી ગુજરાતના ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા છે. રાજ્યમાં હવામાન વિભાગે પાંચ દિવસ હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. આથી ધરતી પુત્રોમાં મુશ્કેલીમાં વધારો થયો છે.


હવામાન વિભાગની આગાહી મુજબ, આજે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે સાથે 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.



અરબી સમુદ્રમાં સર્જાયુ ડીપ ડિપ્રેશન 


ઉત્તરપૂર્વ તરફ ધીમે ધીમે ડીપ ડિપ્રેશન આગળ વધ્યું છે અને આજે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે, કેટલાક જીલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. 25 ઓક્ટોબરે સુરત, નવસારી, ડાંગ, વલસાડ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તો 26 ઓક્ટોબરે ભરૂચ, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, જુનાગઢ, રાજકોટ, પોરબંદમાં ભારે વરસાદની આગાહી છે.



જાફરાબાદ બંદર પર તકેદારીના ભાગરૂપે 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું


ગુજરાતમાં હજી પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદપ પર તકેદારીના ભાગરૂપે 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે, અને માછીમારોને દરિયો ના ખેડવા માટે સૂચના આપવામાં આવી છે, દરિયો તોફાની બને તેવી શકયતાઓ સેવાઈ રહી છે. આસપાસના વિસ્તારની બોટ પણ સુરક્ષિત રીતે બંદર પર પહોંચી ગઈ છે, સમુદ્રમાં ડિપ્રેશનના કારણે ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. જાફરાબાદ બંદર પર તકેદારીના ભાગરૂપે 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application