આજે બેસતુ વર્ષ છે અને લોકો બહાર ફરવાનું વધદારે પસંદ કરતા હોય છે. જો કે સૌરાષ્ટ્રની જ એવી પાંચ જગ્યા છે જ્યાં તમને સ્વર્ગની અનુભૂતિ થશે. સૌરાષ્ટ્રવાસીઓ માટે આ પાંચ જગ્યાઓ અમે તમને જણાવી રહ્યા છીએ.
શિવરાજપુર બીચ
દ્વારકા નજીક આવેલો શિવરાજપુર બીચ ગુજરાતીઓની પહેલી પસંદ બન્યો છે. આ શિવરાજપુર બીચને બ્લૂ ફ્લેગ બીચ ટેગ મળેલો છે. દિવાળીની રજાઓમાં શિવરાજપુર બીચ ઉપર તમે ક્વોલિટી ટાઈમ પસાર કરી શકો છો.
દ્વારકા
શિવરાજ બીચની નજીક દ્વારકા આવેલું છે. દ્વારકા જઈને આપ દ્વારકાધીશના દર્શન કરી શકો છો. દ્વારકાની સાથે સાથે તમે અહીંયાથી બેટ દ્વારકા પણ જઈ શકો છો. દ્વારકા-બેટ દ્વારકાની મુલાકાત લીધા બાદ તમે પોરબંદર ફરવા જઈ શકો છો.
કચ્છ
કહેવાય છે કે, "કચ્છ નહીં દેખા, તો કુછ નહીં દેખા", આ દિવાળીમાં તમે સફેદ રણની મુલાકાત લઈ શકો છો. કચ્છનું ઘોળાવીરા પ્રખ્યાત સ્થળ છે, સિંધુ ખીણની સંસ્કૃતિ તમને અહીં જોવા મળશે, આ ઉપરાંત, કચ્છ મ્યુઝિયમ, માંડવી બીચ, ભુજનો આઈના મહેલ, કંડલા-મુંદ્રા બંદર, નારાયણ સરોવર, હમીરસર તળાવ, માતાના મઢ, પ્રાગ મહેલ અને કાળા ડુંગરની મુલાકાત લઈ શકો છો.
સાસણ ગીર
સાસણ-ગીર હાલ વિદેશીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. સાસણ ગીરમાં તમે એશિયાઈ સિંહ જોવાની મજા માણી શકો છો. જો સાસણ-ગીર જવા માંગતા હોય, તો આપ રિસોર્ટનું બુકિંગ અત્યારથી જ કરાવી લો. મોડું બુકિંગ થશે નહીં. અહીંનું ગીર અભ્યારણ્ય પણ જોવાલાયક છે. આ સ્થળે ઓનલાઈન બુકિંગ પણ તમે કરાવી શકો છો.
સોમનાથ એટલે 12 જ્યોતિર્લિંગ પૈકીનું એક જ્યોતિર્લિંગ. દિવાળીના તહેવાર પર અહીંયા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. તમે અહીંયા સોમનાથમાં મહાદેવના સાનિધ્યમાં આવીને ભક્તિમાં લીન થઈ શકો છો. સોમનાથમાં મહાદેવના દર્શન કરવાની સાથે સાથે તમે અહીંયા દરિયા કિનારે બેસીને પરિવાર સાથે મજા માણી શકો છો.