BREAKING NEWS

યુવાનને સંબંધીઓએ ધોકા ફટકારી, ઘરે જઈ તોડફોડ કરી; પત્નીની છેડતી કરી, રાજકોટના 80 ફૂટ રોડ પરનો બનાવ

  • October 30, 2025 12:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરના ૮૦ ફૂટ રોડ પર રહેતા યુવાનને અમુલ સર્કલ પાસે તેના સંબંધીએ પાઇપ વડે મારમારી તેના એકિટવા અને મોબાઇલમાં તોડફોડ કરી હતી. યુવાન સારવારમાં હતો દરમિયાન સંબંધીઓ છરી-ધોકા-પાઇપ સાથે ઘરે ધસી જઇ યુવાનના ભાઇને મારવાની કોશિશ કરી હતી અને તેની પત્નીની છેડતી કરી ઢીકાપાટુનો મારમાર્યો હતો. બાદમાં ઘરમાં તોડફોડ કરી હતી. જો ફરિયાદ કરશો તો ગાડી માથે ચડાવી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. યુવાને સંબંધી વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ કરી હોય તેનો ખાર રાખી આ હુમલો કર્યો હતો. જે અંગે થોરાળા પોલીસે પાંચ શખસો સામે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.


80 ફુટ રોડ પર રહેતા 34 વર્ષીય યુવાને થોરાળા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે તેના સંબંધી મહેશ કેશુભાઈ ભોજાણી, મનીષ મહેશભાઈ ભોજાણી, સંજય કેશુભાઈ ભોજાણી, કેશુ ચનાભાઈ ભોજાણી અને અભય સંજયભાઈ ભોજાણીના નામ આપ્યા છે.


યુવાને ફરિયાદમાંથી જણાવ્યું હતું કે, આરોપીઓ તેના સંબંધી થતા હોય યુવાન પાસેથી તે એકટિવા તથા મોબાઇલ ફોન તેમજ કટકે ઘટકે રૂ. 8 લાખ લઈ ગયા હતા બાદમાં યુવાનને પૈસાની જરૂરિયાત ઊભી થતા આ પૈસાની માંગણી કરતા તેને સંબંધીએ ફોન તથા એકટીવા ભૂલી જજે તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી આ અંગે યુવાને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. જેનો ખાર રાખી ગઇ તા. 16/9/2025 ના બપોરના સમયે યુવાન એક્ટિવા લઈ અમુલ સર્કલ પાસે 80 ફુટ રોડ પર રિલાયન્સ પેટ્રોલ પંપ નજીક પાનની દુકાને ફાકી ખાવા ગયો હતો. ત્યારે સંજય દારૂના નશામાં ધૂત થઇ પાઇપ લાઇન અહીં ધસી આવ્યો હતો અને યુવાન પર હુમલો કરી તેને માથા તથા હાથમાં અને પગનાભાગે પાઇપ ફટકારી દીધા હતા તેમજ તેના એકટીવા અને મોબાઈલમાં તોડફોડ કરી હતી જેમાં એકટીવા માં રૂ.15,000 અને મોબાઈલમાં 15,000 નું નુકસાન થયું હતું. બાદમાં યુવાને પોલીસ અને 108 ને જાણ કરી દેતા તેને 108 મારફત સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.


યુવાન હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો હતો ત્યારે તેને તેની બહેનનો ફોન આવ્યો હતો અને વાત કરી હતી કે સંજય, અભય અને જય અહીં છરી અને ધોકા લઈ ધસી આવ્યા હતા. યુવાનના ભાઇએ છરી મારવાની કોશિશ કરી હતી બાદમાં ઘરમાં તોડફોડ કરી યુવાનની પત્નીની છેડતી કરી તેને ઢીકાપાટુનો મારમારી ધમકી આપી હતી કે, તારા પતિને બોલાવ નહીંતર આખા પરિવારને જાનથી મારી નાખીશું.બાદમાં મહેશ ફોરચ્યુનર ગાડી નંબર જીજે 3 એનએફ 9345 લઈને આવ્યો હતો અને ધમકી આપી હતી કે જો ફરિયાદ કરશો તો બહાર તારી માથે ગાડી ચડાવી દઈશ અને તારા પરિવારને જાનથી મારી નાખીશ જેથી આ અંગે યુવાને થોરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પાંચેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application