રાજકોટ મહાપાલિકા દ્રારા સ્માર્ટ સિટી એરિયાને જોડતા એપ્રોચ રોડ તેમજ ન્યુ રિંગ રોડ સહિતના વિસ્તારોમાં કુલ છ બ્રિજ બનાવવા માટે દરખાસ્ત કરવામાં આવી છે અને આ છ બ્રિજમાંથી પાંચ બ્રિજનું કામ બેકબોન કન્સ્ટ્રકશન પ્રાઇવેટ લિમિટેડને આપવા તેમજ અન્ય એક બ્રિજનું કામ અમર કન્સ્ટ્રકશનને આપવા સૂચવ્યું છે. કાલે સવારે ૧૧ કલાકે ચેરમેન જયમીનભાઇ ઠાકરના અધ્યક્ષ સ્થાને મળનારી સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં આ અંગેનો નિર્ણય લેવાશે. સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગના એજન્ડામાં કુલ ૫૩ જેટલી દરખાસ્તો રજૂ કરવામાં આવી છે જે અંગે નિર્ણય થશે અને અંદાજે કુલ .૧૦૦ કરોડના વિકાસકામો મંજુર થશે. પશ્ચિમ રાજકોટ હેઠળના નવા વિસ્તારોમાં છ બ્રિજ ઉપરાંત શહેરના જુના વિસ્તારોમાં આવેલા વર્ષેા જૂના વોંકળા ઉપર નવેસરથી સ્લેબ કલવર્ટ બનાવવા દરખાસ્ત રજૂ કરાઇ છે
મુંજકા આર્ષ વિધામંદિર પાસે
વોર્ડ નં.૯માં યુનિવર્સિટી રોડ નજીકના મુંજકા પાસે આવેલા આર્ષ વિધામંદિર નજીક તેમજ મુંજકા પોલીસ સ્ટેશનથી આગળના મોકળા ઉપર સ્લેબ કલવર્ટ બનાવવાના કામે ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું જેમાં કુલ ચાર એજન્સીઓના ટેન્ડર આવ્યા હતા, ચારેય ટેન્ડરમાં અમર કન્સ્ટ્રકશનએ ૩.૨૨ ટકા ડાઉન ભાવથી ઓફર કરી હતી જે લોએસ્ટ ઓફર હોય તેને કુલ પિયા ૬.૩૧ કરોડમાં કામ આપવા (જીએસટી અલગ)દરખાસ્ત કરવામાં આવી હતી.
ન્યુ રિંગ રોડના ત્રણ બ્રિજનું વાઇડનિંગ
શહેરના ન્યુ રિંગ રોડ ઉપર પરશુરામ ચોકડીથી કટારીયા ચોકડી સુધીના રસ્તા ઉપર આવતા ત્રણ બ્રિજ નું વાઈડનીંગ કરવામાં આવનાર છે આ માટે હાથ ધરાયેલી ટેન્ડર પ્રક્રિયામાં પણ કુલ ચાર એજન્સીના ટેન્ડર આવ્યા હતા જેમાંથી બિગ બોન કન્સ્ટ્રકશન દ્રારા ૫.૪૯ ટકા ડાઉન ભાવથી .૩૯.૯૩ કરોડમાં અને ૧૮ ટકા જીએસટી સહિત કુલ રૂા. ૪૭.૧૨ કરોડમાં કામ આપવા માટે દરખાસ્ત કરવામાં આવી છે અને આ કામે પણ મટીરીયલ્સ તેમજ લેબરમાં ટેન્ડરની શરતો મુજબ પ્રાઇસ વેરિએશન આપવું તેવું પણ સુચવ્યું છે.
કાલાવડ રોડ રંગોલી આવાસ પાસે
કાલાવડ રોડ ઉપર વોર્ડ નં.૧૧માં મોટા મોવા નજીક આવેલી રંગોલી આવાસ યોજના પાસે ૨૪ મીટરના ટીપી રોડ ઉપર માઇનોર બ્રિજ તેમજ આ સાથે ૧૮ મીટરના ટીપી રોડ પર એક સ્લેબ કલવર્ટ બનાવવાના કામ માટે ટેન્ડર પ્રસિધ્ધ કરાયું હતું જેમાં કુલ ત્રણ એજન્સીના ટેન્ડર આવ્યા હતા, બેકબોનના ભાવ ૨.૧૩ ટકા ઓન હતા જે લોએસ્ટ ઓફર હોય તેને રૂા.૮.૬૭ કરોડમાં કામ આપવા (જીએસટી અલગ) દરખાસ્ત કરાઇ છે. અહીં ૫૭ મીટર લંબાઇ અને ૨૪ મીટર પહોળાઇનું બોકસ કલવર્ટ બનશે.
રૈયા ગામથી સ્માર્ટ સિટી રોડ પર
વોર્ડ નં.૧માં રહ્યા ગામથી સ્માર્ટ સિટી એરિયાના ડીપી રોડ ઉપર આવેલ બોકડા ઉપર બ્રિજ બનાવવાના કામે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાતા તેમાં કુલ ત્રણ એજન્સીના ટેન્ડર આવ્યા હતા જેમાં બેકબોન કન્સ્ટ્રકશન પ્રાઇવેટ લિમિટેડના ભાવ ૧.૭૫ ટકા ઓન હતા જે લોએસ્ટ ઓફર હોય આ કામ કુલ .૧૫.૧૯ કરોડમાં (જીએસટી અલગ) તેને આપવા દરખાસ્ત કરવામાં આવી છે. સિમેન્ટ સ્ટીલ લેબર પ્લાન્ટ મશીનરી તથા અન્ય મટીરીયલ્સ માટે ટેન્ડરની શરતો મુજબ પ્રાઇસ વેરીએશનની સવલત આપવામાં આવનાર છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહિરલબા જાડેજા સ્વસ્થ થતા પોલીસે ફરી હાથ ધરી પૂછપરછ
May 02, 2025 02:24 PM‘સાહેબ , અમે ઢેલનો મૃતદેહ શાક કરવા માટે લઈ જતા હતા!’
May 02, 2025 02:24 PMમજીવાણાનો યુવાન રાષ્ટ્રીયકક્ષાની બેડમીન્ટન સ્પર્ધામાં દાખવશે કૌવત
May 02, 2025 02:22 PMપોરબંદરમાં રોડમાં અડચણપ એવા ખાનગી નાના દેવસ્થાનનું મનપાએ કર્યુ ડિમોલીશન
May 02, 2025 02:20 PMપોરબંદરમાં રાજ્યકક્ષાની જુડો સ્પર્ધામાં ૧૫૦૦થી વધુ ખેલાડીઓએ લીધો ભાગ
May 02, 2025 02:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech