જામનગર : લાલપુરમાં કોલેરાના પાંચ શંકાસ્પદ કેસથી ભારે દોડધામ, એક પોઝીટીવ
જામનગર : લાલપુરમાં કોલેરાના પાંચ શંકાસ્પદ કેસથી ભારે દોડધામ, એક પોઝીટીવ
February 25, 2026 05:32 PM
લાલપુરમાં કોલેરાના પાંચ શંકાસ્પદ કેસ નોંધાતા દોડધામ મચી ગઇ છે. જે પૈકી એક બાળકનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. બાળક સહીત પાંચેય દર્દી હોસ્પિટલમાં સારવાર હેડળ છે. જયારે અન્ય રીપોર્ટની રાહ જોવાઇ રહી છે.બીજી બાજુ આરોગ્ય વિભાગ દ્રારા યુઘ્ધના ધોરણે આરોગ્યલક્ષીક કામગીરી શરૂ કરવામાં આવી છે. ગામને કોલેરાગ્રસ્ત જાહેર કરવાની તજવીજ હાથ ધરાઇ છે.
જામનગર શહેરમાં કોલેરાના ૨૦ થી વધુ કેસ નોંધાયા બાદ લાખબાવળ અને નાઘેડીમાં કોલેરાના પોઝીટીવ કેસ નોંધાયા હતાં. આથી આરોગ્ય વિભાગ રીતસર ધંધે લાગ્યું હતું. આટલું જ નહીં કોલેરાના પોઝીટીવ કેસ નોંધાતા અસરગ્રસ્ત વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો હતો. બીજી બાજુ કોલેરાનો ભોગ બનનાર દર્દીઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતાં. જયાં જે દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ કરાયા હતાં.
ત્યારે લાલપુરમાં સોમવારે કોલેરાના પાંચ શંકાસ્પદ કેસ નોંધાય હતાં. આથી તમામ દર્દીને સારવાર અર્થે સામૂહીક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયા હતાં. જેમાંથી એક બાળકનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છેે જયારે અન્ય ચાર દર્દીના રીપોર્ટની રાહ જોવાઇ રહી છે. હાલ તમામ દર્દી સામૂહીક આરોગ્ય કેન્દ્રમાં સારવાર હેઠળ છે. કોલેરાનો પોઝીટીવ કેસ નોંધાતા લાલપુરમાં આરોગ્યલક્ષી કામગીરી યુઘ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. બીજી બાજુ ગામને કોલેરાગ્રસ્ત જાહેર કરવાની તજવીજ પણ તંત્ર દ્રારા હાથ ધરવામાં આવી છે.