BREAKING NEWS

ભાવનગરમાં ઘૃણાસ્પદ ઘટનાઃ પાંચ વર્ષની બાળકી પર નિવૃત્ત ક્લાસ-ટુ અધિકારીનું દુષ્કર્મ

  • December 15, 2025 04:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભાવનગરમાંથી શરમજનક ઘટના સામે આવી છે. 60 વર્ષીય એક નિવૃત્ત અધિકારીએ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું છે. આ ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટના અંગે પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ અંગેનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી લીધી છે


મળતી માહિતી મુજબ, આરોપીની ઓળખ હસમુખ ઉર્ફે ઋષિ પંડ્યા તરીકે થઈ છે, જે ભાવનગરના બહુમાળી ભવન ખાતે જિલ્લા સહકારી મંડળીમાં ક્લાસ-ટુ અધિકારી તરીકે ફરજ બજાવી ચૂક્યો હતો અને હાલ નિવૃત્ત જીવન જીવે છે. આરોપી હસમુખ પંડ્યાએ બાળકીના ઓળખીતા પરિવાર સાથે સારો વ્યવહાર કેળવીને તેમનો વિશ્વાસ જીત્યો હતો.


ફરિયાદ અનુસાર બનાવના દિવસે આરોપીના પત્ની અને અપરિણીત દીકરો કામથી ઘરેથી બહાર ગયા હતા. ઘરમાં કોઈ ન હોવાનો લાભ લઈને આરોપી હસમુખ પંડ્યાએ પોતાના ઘરે  બાળકી સાથે આ ઘૃણાસ્પદ દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે સગીરાના પરિવારની ફરિયાદના આધારે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી હસમુખ પંડ્યાની ધરપકજ કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application