શાસના અધિકારી સહિત 4 અધિકારી કમીટીમાં: સાત દિવસમાં રિપોર્ટ આપવાનો રહેશે
જામનગરમાં દરેડ બીઆરસી ભવનમાં સમયસર ચોપડા વિતરણ ન થવાથી પુસ્તકો પલળી જતા ભારે નુકશાન થયુ હતું. આ અંગેના અહેવાલો બહાર આવતા આખરે સરકારે શાસનાધિકારી સહિત 4 અધિકારીની કમીટી બનાવી છે અને આ કમીટીને સાત દિવસમાં રિપોર્ટ આપવા જણાવાયુ છે.
આ અંગેની વિગત એવી છે કે સરકારી શાળાઓમાં 1 થી 8ના વિદ્યાર્થીઓને વિનામુલ્યે પાઠયપુસ્તકો આપવા ગાંધીનગરની વડી કચેરીએથી 8000 જેટલા પુસ્તકો આવ્યા હતા. જેને દરેડના વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં રાખવામાં આવ્યા હતા. સાતમ આઠમમાં ભારે વરસાદનાં કારણે બીઆરસી ભવનમાં ગોઠણડુબ પાણી ભરાયા હતાં. જેના કારણે ધો. 1 થી 3નાં પુસ્તકો સહિત 8000 પુસ્તકો પલળી ગયા હતા. ફરજ પરના અધિકારી દ્વારા સમયસર પુસ્તકો ન અપાતા પુસ્તકો પલળી જવાથી ખર્ચ માથે પડયો હતો અને આ અંગે ભારે ઉહાપોહ થયા બાદ આખરે સરકાર દ્વારા કમીટીની રચના કરવામાં આવી છે અને હવે રિપોર્ટ આવ્યા બાદ જવાબદારો સામે નુકશાની અંગે કડક પગલા લેવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદુનિયાના સૌથી ધનિક ફિલ્મ કલાકારોની યાદીમાં એકમાત્ર શાહરુખનો સમાવેશ
May 02, 2025 12:10 PMપાકિસ્તાનને વધુ 2 આંચકા આપવા ભારતની તૈયારી, IMFની સહાય બંધ કરાવશે
May 02, 2025 12:09 PMચેટજીપીટીની મદદથી રસોયાએ લખી હતી ‘મિસ્ટર ઇન્ડિયા 2’ ની સ્ક્રિપ્ટ
May 02, 2025 11:59 AMભૂતનીને જોરદાર ઝટકો, પહેલા જ દિવસે ધોબીપછાડ
May 02, 2025 11:56 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech