ગુજરાતના જાહેર જીવનના સક્રિય અગ્રણી અને ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન કોર્પોરેશનના પૂર્વ ડાયરેક્ટર પૃથ્વીસિંહજી જાડેજાનું ગઈકાલે રાત્રિના ૭૬ વર્ષની વયે દુઃખદ અવસાન થયું હતું.
સ્વ. પૃથ્વીસિંહજી જાડેજા ૧૯૭૫માં રાજકોટ મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણીમાં વોર્ડ નં. ૧૪માં એટલે પંચનાથ પ્લોટ, જાગનાથ પ્લોટ, સદર બજાર વિસ્તારમાંથી રાજકોટના પૂર્વ મેયર સ્વ.અરવિંદભાઈ મણિયાર, સિનિયર પત્રકાર અને પૂર્વ હોમગાર્ડ કમાન્ડર સ્વ. ઉષાકાંતભાઈ માંકડ સાથે જનતા મોરચાના ઉમેદવાર તરીકે કોર્પોરેટર તરીકે ચૂંટાયેલા હતા.
સ્વ. પૃથ્વીસિંહજી જાડેજા ૧૯૮૦થી ૧૯૯૬ સુધી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી તરીકે કાર્યરત હતા. ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સ્વ.માધવસિંહજી સોલંકીના કાર્યકાળમાં તેઓ ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમમાં ડાયરેક્ટર તરીકે નિયુક્ત થયા હતા.
સ્વ. પૃથ્વીસિંહજી જાડેજા અપરણિત હતા. તેઓ તેમના ભાઈ રણજીતસિંહજી જાડેજા સાથે રહેતા હતા.