સ્ટુડન્ટ વિઝા મેળવવા જૂનાગઢના પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન અને તેના મિત્રએ ૭૫.૩૬ લાખ ગુમાવ્યા
સ્ટુડન્ટ વિઝા મેળવવા જૂનાગઢના પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન અને તેના મિત્રએ ૭૫.૩૬ લાખ ગુમાવ્યા
July 30, 2026 01:53 PM
જૂનાગઢના પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેનના પુત્ર અને તેના મિત્રના પુત્રને ઓસ્ટ્રેલિયા અભ્યાસ માટે જવા વિઝા કઢાવવા ગાંધીનગરના યુવક સાથે સંપર્ક થયો હતો. યુવકે વિશ્વાસ કેળવી બંને મિત્રો પાસેથી રકમ મેળવી વિઝા કઢાવી આપ્યા ન હતા.અને .૭૫.૩૬ લાખ ઓળવી ગયો હતો.જેથી પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેને ગાંધીનગર પંથકના કોલવડ ગામના યુવક વિદ્ધ બી ડિવિઝનમાં વિશ્વાસઘાત છેતરપિંડી કર્યા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. જૂનાગઢમા ઝાંઝરડા રોડ પર રહેતા અને ભાજપના પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન રાકેશ રસિકભાઈ ધુલેશિયાના પુત્ર સોહિલને બીઇના અભ્યાસ માટે ઓસ્ટ્રેલિયા જવાનું હોય જેથી રાકેશભાઈએ તેના પરિચિત મિત્ર પંકજભાઈને વિઝા બાબતે વાત કરી હતી. પંકજભાઈએ ગાંધીનગર જિલ્લાના કોલવડ ગામના અજયસિંહ મહેન્દ્રસિંહ વાઘેલા વિઝાનું કામ કરતો હોવાનું જણાવ્યુ હતુ.જેથી રાકેશભાઈ ધુલેશિયાના મિત્ર હરેશભાઈ સાકરીયાના દીકરા વિશ્વજીતને પણ ઓસ્ટ્રેલિયા અભ્યાસ માટે જવું હોવાથી બંને મિત્રો પંકજભાઈ વાવૈયા મારફત અજયસિંહ વાઘેલાના સંપર્કમાં આવ્યા હતા. અને અજયસિંહ સાથે જૂનાગઢ રાકેશભાઈની ઓફિસે મુલાકાત થઈ હતી અને ત્યારબાદ રાકેશભાઈ તેનો પુત્ર સોહીલ તથા હરેશભાઈ અને તેનો પુત્ર વિશ્વજીત ચારેય અમદાવાદ મોટેરા નોર્થ પ્લાઝામાં અજય સિંહ વાઘેલાની ઓફિસે ગયા હતા. અને એક વિધાર્થીના વિઝા માટે એક સત્રની રૂા.૯ લાખ ફી તથા ટિકિટ વિઝા ફી અને લીગલ ફડં સહિત રૂા.૫૦થી૫૫ લાખ થતી હોવાનું જણાવ્યું હતું. જેથી રાકેશભાઈ અને તેના મિત્ર હરેશભાઈ બંનેએ પુત્રના વિઝા કઢાવવા સહમત થયા હતા અને રાકેશભાઈએ એપ્રિલ ૨૦૨૨માં અજય વાઘેલાના બેંક ખાતામાં તબક્કાવાર ૨૧.૨૯ લાખ જમા કરાવેલ અને હરેશભાઈએ તેના બેન્ક એકાઉન્ટમાંથી તબક્કાવાર ૭૦.૪૩ લાખ જમા કરાવ્યા હતા. ત્યારબાદ બંને મિત્રોએ અજયસિંહને વિઝા બાબતે પૂછતા તમારું ફડં ત્રણ માસ જૂનું થવું જરૂરી છે જ ઓસ્ટ્રેલિયન ડોલરમાં કન્વર્ટ થયા બાદ વિઝા મળશે. તેવો ઉડાવ જવાબ આપ્યો હતો. અવારનવાર પૂછપરછ છતાં વિઝા ન નીકળતા અંતે રાકેશભાઈ અને હરેશભાઈએ વિઝા માટે આપેલ રકમ પરત માગી હતી. જેથી અજયસિંહે રાકેશભાઈના પત્નીના બેંક ખાતામાં ૧૧.૨૮ લાખ જમા કરાવ્યા અને હરેશભાઈને ૫.૦૮ લાખ પરત આપ્યા હતા. બાકીની રકમ પરત કરવા અવારનવાર સંપર્ક કર્યેા પરંતુ અજયસિંહે પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન રાકેશભાઈ અને તેના મિત્ર હરેશભાઈ બંને મિત્રોના ફોન જ ઉપાડવાના બધં કરી દીધા હતા. રૂપિયા મેળવવા અજયસિંહના ઘરે પણ સંપર્ક કર્યેા હતો. પરંતુ ત્યાં પણ નિષ્ફળતા મળી હતી. જેથી વિદેશ અભ્યાસ માટે પુત્રના વિઝા કરાવવાના બહાને વિશ્વાસમાં લઈ પૂર્વે સ્ટેન્ડિંગ ચેરમેન અને તેના મિત્રના . ૭૫.૩૬ લાખ ઓળવી ગયો હતો વિશ્વાસમાં આવી રકમ આપી પરંતુ વીઝા પણ ન મળ્યા અને પિયા પણ ગુમાવ્યા હોવાથી પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન રાકેશભાઈ ધુલેશિયાએ બી ડિવિઝનમાં અજય સિંહ વાઘેલા વિદ્ધ વિશ્વાસઘાત છેતરપિંડી કર્યા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે