BREAKING NEWS

જેતપુરના વાડાસડા, ખીરસરાના ચાર નશાખોરોને જનરક્ષકે બેફામ માર માર્યેા

  • March 06, 2026 09:06 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જેતપુરના વાડાસડા ગામે દા પીધેલ બે યુવાનો જાહેરમાં ગાળાગાળી કરતા હોવાનું કોઈએ ૧૧૨ જનરક્ષકમાં કોલ કરતા વડિયા પોલીસ સ્ટેશનને વરધી મળતા વડીયા જનરક્ષકના પોલીસ કોન્સ્ટેબલે બંને યુવાનોની નશાની હાલતમાં ઝડપી લઇ તેમજ ત્યાંથી આગળ ખીરસરા ગામેથી બીજા બે યુવાનો એમ ચારેયને પકડી ચારેયને વારાફરતી જીપના ટાયર પકડાવી બેફામ મારમાર્યા હતો.જેતપુર તાલુકાના વાડાસડા ગામે રહેતા રાહત્પલ હરસુખ ચાવડાઅને રાકેશ ધીભાઈ ખુમાણ બંને નશા કરી જાહેરમાં ગાળાગાળી કરતા હતાં. જે બાબતનો કોઈએ ૧૧૨ જનરક્ષકમાં કોલ કરતા કંટ્રોલમ દ્રારા અમરેલી જિલ્લાના વડીયા પોલીસ સ્ટેશનના જનરક્ષકને વરધી આપી હતી. જેથી જનરક્ષકના કોન્સ્ટેબલ મહેશભાઈ દવેરા વાડાસડા ગામે પહોંચ્યા હતાં. યાં તેઓએ બંને શખ્સોને ઝડપી લઈ બનાવનું સ્થળ જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં આવતી હોવાથી બંનેની અટકાયત કરી જેતપુર લાવવામાં આવી રહ્યા હતા. ત્યારે રસ્તામાં ખીરસરા ગામે શૈલેષ સુભાષ રેડી અને ઇબ્રાહિમ ઠેબા જૂનાગઢ રહેતા આ બંને શખ્સો પણ નશો કરેલ હાલતમાં હોય તે બંનેની પણ અટકાયત કરી જેતપુર લાવવામાં આવેલ હતાં. અહીં જેતપુર તાલુકા પોલીસને સોંપતા તાલુકા પોલીસ ચારેયને બ્લડ સેમ્પલ માટે સરકારી હોસ્પીટલ લઈ ગયેલ હતી. યાં આ ચારેય શખ્સોએ જનરક્ષકના કોન્સ્ટેબલ મહેશભાઈ દવેરાએ પોલીસ જીપના ટાયર પકડાવી બેફામ માર માર્યેા હતો. જેથી હાથ, પીઠ, સાથળ, પગ, તેમજ નિતંબના ભાગે લોહી જામી ગયેલ હોય મારના નિશાનો ઉઠી ગયા હોય અને ખૂબ દુખાવો થતો હોવાનું જણાવતા ફરજ પરના ડોકટરે તેમને પ્રાથમિક સારવાર આપી હતી

ચારેયએ કોઇ ફરિયાદ કરી નથી: તાલુકા પીઆઇ
આ અંગે તાલુકા પીઆઇ અજીતસિંહ હેરમાને પૂછતાં તેઓએ જણાવેલ કે વડીયાની જનરક્ષક ગાડી ચારેય આરોપીને નશાની હાલતમાં અહીં મૂકી ગઈ હતી અને ચારેય અમોને પોલીસે માર માર્યેા તેવી કોઈ ફરીયાદ કરી ન હતી. અને નિયમ મુજબ ચારેયને જામીન પર મુકત કરવામાં આવ્યા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application