BREAKING NEWS

ગુજસીટોકમાં ‘બાટલીગેંગ'ના વધુ ચાર સાગરીતોની ધરપકડ, રિમાન્ડ મંગાશે, ગેંગના આરોપીઓનો આંકડો 13 પર પહોંચ્યો

  • January 13, 2026 03:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરમાં સંગઠિત ગુના આચરતા ગુનેગારોની ગેંગનો સફાયો કરવા ક્રાઈમ બ્રાન્ચે ઝુંબેશ હાથધરી તાજેતરમાં પેંડા ગેંગ અને મુરઘાગેંગ બાદ ક્રાઈમ બ્રાન્ચે 57 જેટલા ગુનાઓમાં સંડોવાયેલ ત્રીજી બાટલી ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુના દાખલ કરી14 સામે ગુનો દાખલ કરી નવ આરોપીઓની ધરપકડ કર્યા બાદ આ ગેંગના વધુ ચાર આરોપીઓની ધરપકડ કરતા આંકડો ૧૩ પર પહોંચ્યો છે.


પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટમાં ગુનાખોરીનો સફાયો કરવા પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા જેસીપી મહેન્દ્ર બગરીયા, દ્વારા ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઈઝ ક્રાઇમ એક્ટ-૨૦૧૫ હેઠળ સંગઠિત ગુના આચરતી ટોળકીઓને ઘૂંટણિયે પાડવા કાયદા હેઠળ જેલમાં ધકેલવા અભિયાન શરૂ કરવા આદેશ કર્યા હતા.


આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચમાં નિયુક્ત કરેલા યુવા આઇપીએસ જગદીશ બાંગરવાની રાહબરિમા એસીપી ક્રાઈમ બીબી.બસીયા, પીઆઇ એમ આર ગોંડલીયા, પી.આઈ મનોજ ડામોર, પીઆઇ સી એચ જાદવ, પી.એસ.આઇ સીબી જાડેજા, દ્વારા રાજકોટમાં ગુંડાગીરી કરતા કુખ્યાત આરોપીઓ સામે ગુજસીટોકનું શસ્ત્ર સજાવ્યું હતું.


તેમજ બાટલી ગેંગના ૧૪ સાગરીતો સામે ગુજસીટોકનો ગુનો દાખલ કરી ૯ આરોપીની ધરપકડ કર્યા બાદ કરી આ અંગેની તપાસ નવનિયુક્ત એસીપી વીબી જાડેજા ને સોંપવામાં આવતા બાટલી ગેંગના ૯ આરોપીના અદાલતમાંથી ૧૦ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.


આ ઉપરાંત અન્ય સાગરિત સની ભરતભાઈ ખવલિયા રહે ખીરસરા વાળો ગોંડલ જેલમાં હોય જેનો ટ્રાન્સફર વોરંટથી પ્ર.નગર પોલીસે કબજો લીધો હતો, તેમજ અન્ય ત્રણ સાગરીતો જાહિર મહમદ રફીક સંઘવાણી રહે રૂખડીયાપરા, કરણ મોહનભાઈ અઠવલે રહે પોપટપરા, સુરજ દીપક પરમારને ઝડપી લેતા ગુજસિટોકમાં બાટલી ગેંગના કુલ 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે


જ્યારે ગેંગનો મુખિયા વાલ્મિકી વાડીનો સાવન ઉર્ફે લાલી સંજય વાઘેલા હાલ વડોદરા જેલમાં પાસા હેઠળ હોય તેમજ અન્ય એક આરોપી ગોંડલ જેલમાં હોય તેનો ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ અંગેની કામગીરીમાં પીઆઇ વી.આર. વસાવાની પી.એસ.આઇ જે.બી. રાણીંગા, હેડ કોન્સ્ટેબલ મયુરરાજસિંહ જાડેજા, જે.એલ. વાવડીયા, ચાપરાજભાઈ ખવડ, તૌફિકભાઈ મંઘરા, વનરાજભાઈ બોરીચા, વિરેન્દ્રસિંહ પરમાર, તૌફિકભાઈ જુણાચ, જયપાલસિંહ ઝાલા,ધર્મેશભાઈ મોણપરા સાથે રહ્યા હતા.


બાટલીગેંગના આ ૯ સાગરીતોની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા હતા

બાટલી ગેંગના અગાઉ ધરપકડ કરાયેલા આરોપી સરફરાઝ ઉર્ફે ઈડો આરીફ કાદરી, કમલેશ ઉર્ફે લાલુ કાળુભાઈ પરમાર, સમીર ઉર્ફે ધર્મો બશીર શેખ, ઈશોભા રીજવાન દલ, મીરખાન રહીશખાનદલ, અસ્લમ ઉર્ફે સર્કિટ બશીર શેખ, સુલેમાન નિઝામ દલ, ઈરફાન ખમીશ ભાણુ, સાહીલ ઉર્ફે ભૂરો મુકેશ પાટડિયાની ધરપકડ કરી દસ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application