BREAKING NEWS

ચાર વર્ષની બાળકી સહીત ચાર વ્યક્તિના બેભાન થયા બાદ મોત

  • January 13, 2026 03:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બેભાન હાલતમાં ચાર વર્ષની બાળકી સહીત ત્રણ વ્યક્તિના મૃત્યુ નિપજયાના બનાવ સિવિલ હોસ્પિટલમાં નોંધાયા છે.જીવરાજ પાર્ક પાસે અંબીકા ટાઉનશીપમાં રહેતાં મૂળ જામજોધપુરના વાંસજાળિયાના આનંદભાઇ ધરસંડીયાની ચાર વર્ષની પુત્રી કાનવી ઘરે અચાનક બેભાન થઇ જતાં સારવાર માટે ઝનાના હોસ્‍પિટલમાં પીડિયાટ્રિક વિભાગમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં ચાલુ સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે એ-ડિવીઝન પોલીસને કરતા પોલીસ સ્ટાફે મૃત્યુનું કારણ જાણવા પોસ્ટમોર્ટમ કરાવી જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી. મૃતક બાળકી ત્રણેક દિવસથી દુધ પીવાનું ઓછુ કરી નાંખ્‍યું હતું. જે પછી તબીયત બગડી હતી.


બીજા બનાવમાં નાકરા વાડીમાં રહેતા મનીષાબેન ગિરીશભાઈ ઝીંઝુવાડિયા (ઉ.વ.30)ના પરિણીતા બપોરે ઘરે હતા ત્યારે બેભાન થઈ જતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું ચાલુ સારવાર દરમિયાન મોત નિપજતા બનાવ અંગે કુવાડવા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.મૃતકના પતિ વિડીયો શુટિંગનું કામ કરે છે અને સંતાનમાં બે પુત્ર છે, એટેક આવી ગયાનું પરિવારે જણાવ્યું હતું.


ત્રીજા બનાવમાં 80 ફૂટ રોડ પર આજીવસાહતમાં ખોડિયારનગરમ-9માં રહેતા મનસુખભાઈ દામજીભાઈ રામપરીયા (ઉ.વ.55)ના ઘરે બેભાન થઈ જતા સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવ અંગે થોરાળા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતકને સંતાનમાં ત્રણ પુત્રી છે. અને ત્રણ ભાઈ બે બહેનમાં નાના હતા. બીમારી સબબ મૃત્યુ થયાનું જાણવા મળ્યું છે.


ચોથા બનાવમાં આંબેડકરનગર રોજી કેન્દ્ર પાસે ગોકુલનગરમાં રહેતા રમેશભાઈ બાવાજી (ઉ.વ.60)ના પ્રૌઢ ઘરે બીમારી સબબ બેભાન થઇ જતા સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે માલવીયાનગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application