કેલિફોર્નિયામાં બેન્ક્વેટ હોલમાં અંધાધૂંધ ફાયરિંગ, ઘટનાસ્થળે જ ચાર લોકોના મોત, 10 ગંભીર રીતે ઘાયલ
કેલિફોર્નિયામાં બેન્ક્વેટ હોલમાં અંધાધૂંધ ફાયરિંગ, ઘટનાસ્થળે જ ચાર લોકોના મોત, 10 ગંભીર રીતે ઘાયલ
November 30, 2025 10:42 AM
અમેરિકાના કેલિફોર્નિયામાં અંધાધૂંધ ફાયરિંગથીભયનો માહોલ ફેલાયો છે. સ્ટોકટન બેન્ક્વેટ હોલમાં થયેલા ભીષણ ગોળીબારમાં અનેક લોકો માર્યા ગયા હતા. અમેરિકન અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઘટનાસ્થળે જ ચાર લોકોના મોત થયા હતા અને 10 અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
પોલીસ ગોળીબાર કરનારને શોધ હાથ ધરી
શેરિફ ઓફિસે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે તેમની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આ વિસ્તારમાં તપાસ ચાલી રહી છે. ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ હજુ પણ સક્રિય સ્થળ છે, તેથી લોકોને આ વિસ્તારથી દૂર રહેવા વિનંતી કરવામાં આવી છે. પોલીસ હાલમાં ગોળીબાર કેવી રીતે થયો અને તેની પાછળ કોણ હતું તેની તપાસ કરી રહી છે. હજુ સુધી કોઈ શંકાસ્પદ વ્યક્તિની ઓળખ થઈ નથી કે ધરપકડની માહિતી જાહેર કરવામાં આવી નથી.