BREAKING NEWS

સોમનાથ સ્વાભિમાન પર્વમાં જવું છે?...રાજકોટથી દોડાવવામાં આવી રહી છે 4 સ્પેશિયલ ટ્રેન, જાણો શેડ્યુલ

  • January 08, 2026 12:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સોમનાથ સ્વાભિમાન પર્વમાં રાજ્યભરના નાગરિકો મોટી સંખ્યામાં જોડાઈ શકે તે માટે સ્પેશિયલ ટ્રેનોની સુવિધા પણ કરવામાં આવી છે. શ્રદ્ધાળુઓની સુવિધા માટે 8, 9 અને 10 જાન્યુઆરી દરમિયાન રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરાથી દરરોજ ચાર સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે. સાથે જ યાત્રિકો માટે રહેવા, જમવા અને દર્શન માટેની તમામ સુવિધાઓ પણ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સુનિશ્ચિત કરવામાં આવી છે.


રાજકોટથી સોમનાથ જવા 4 સ્પેશિયલ ટ્રેન 10 જાન્યુ. સુધી દોડશે


સુરત-વેરાવળ ટ્રેન રાત્રે 12.45 વાગ્યે રાજકોટ આવશે અને 12.55 વાગ્યે અહીંથી ઉપડશે.

વડોદરા-વેરાવળ ટ્રેન રાત્રે 1.45 વાગ્યે રાજકોટ આવશે અને અહીંથી 1.55 વાગ્યે ઉપડશે.

સાબરમતી-વેરાવળ ટ્રેન રાત્રે 3.25 વાગ્યે રાજકોટ આવશે અને 3.35 વાગ્યે અહીંથી રવાના થશે.

રાજકોટ-વેરાવળ ટ્રેન રાત્રે 11.55 વાગ્યે રાજકોટથી રવાના થશે.​​​​​​​

સોમનાથથી રાજકોટ આવવા 4 સ્પેશયલ ટ્રેન 8થી 11 જાન્યુઆરી દોડશે

વેરાવળ-સુરત ટ્રેન રાત્રે 1.50 વાગ્યે રાજકોટ પહોંચશે અને અહીંથી 2 વાગ્યે રવાના થશે.

વેરાવળ-વડોદરા ટ્રેન રાત્રે 2.10 વાગ્યે રાજકોટ પહોંચશે અને અહીંથી 2.20 વાગ્યે ઉપડશે.

વેરાવળ-સાબરમતી ટ્રેન રાત્રે 2.45 વાગ્યે આવશે અને રાજકોટથી 2.55 વાગ્યે રવાના થશે.

વેરાવળ-રાજકોટ ટ્રેન સવારે 5 વાગ્યે રાજકોટ પહોંચશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application