રાજકોટ શહેરના 150 ફૂટ રીંગ રોડ પુનમ સોસાયટીમાં રહેતા મનસુખભાઈ માધાભાઈ ખાગાણી ઉ.વ. પ૨ વાળાએ યુનિવર્સિટી પોલીસ મથકમાં મૃતક બહેન સામે પોલીસ ફરિયાદી નોંધાવી હતી ફરિયાદમાં જણાવ્યા મુજબ લતીપર ગામે ૧૫ વીઘા જમીન આવેલ છે જેમા ખેતી કામ કરી પરીવારનું ગુજરાન ચલાવે છે ભાઈઓમાં સૌથી મોટા તથા નાનો ભાઈ કીશોર હોવાનું અને કોઈ બહેન ન હોય જેથી કાકા ગણેશભાઈ હરજીભાઈ ખાત્રાણીની દીકરી મધુબેનને બહેન બનાવેલ હોઈ જેનું ૨૦૦૮ મા મૃત્યુ થયું હતું.
ફરિયાદીના માતા પિતા પણ હયાત નથી અને બંને ભાઈઓ સંયુકત કુટુંમ્બમાં રહીએ છીએ. અને મારા કામની દીકરી બહેન મધુ જહેન ના વચ્ચે સને ૧૦૯૮ માં થયેલ હોય જે બંને ના લગ્ન જીવન દરમ્યાન એક સંતાન થયેલ જે નામે દર્ષીતા નો જન્મ થયેલ બાદમાં ગઈ તા. ૧૩/૦૫/૨૦૦૮ મારા બહેન મઘુબેન બીમારી સબબ મરણ બાદ દસેક માસ બાદ બનેવી વિનોદભાઈ ગાંડુભાઇ ભંડેરી ના હોય એ મધુબેન ઉર્ફે નિકિતાબેન અરુણાબેન સાથે ઘર મેળે રાજી ખુશીથી ઘર ઘરણું કરેલ હતું.
આ મધુ બેન ને તેમના પહેલા લગ્ન જીવન દરમિયાન તિલક નામનો દીકરો સાથે લાવ્યા હતા દર્શિતાને તેના પિતા સાથે રહેતા મધુબેન ઉર્ફે નિકિતાબેન સારી રીતે રાખતા ન હોય જેથી કાકાના દીકરા સંજયભાઈ ગણેશભાઈ ખાતરાણી એ તેના પાલનપુર જવાબદારી સંભાળી સાથે રાખેલ હતા.
દર્શિતાબેન ઉંમરલાયક થતા તેને લગ્ન કરી આપેલ અને જે જામનગર ખાતે સાસરે હોય બાદ બનેવી વિનોદભાઈ નું 17 4 2022 ના રોજ મૃત્યુ થયું હતું, બાદ ૨૦/૦૪/૨૦૨૪ ના રોજ મારા ઘરે એક કવરમાં નોટીસ આવેલ હોય જેને મે વાંચી જોતા જેમા તા.૧૫/૦૭/૨૦૧૭ જેમાં સીસયલ નંબર -V-31 થી થયેલ એક વસીયતનામું હોય જે મે વાંચી જોતા મારા બનેવીએ પોતાના સાથે રહેતા મધુબેન ઉર્ફે નીકીતાબેન ઉર્ફે અરુણાબેનના દીકરા જેનું તીલક વિનોદભાઈ ભંડેરી હોય મારા બનેવી એ મધુબેને ઉર્ફે નીકીતાબેન ઉર્ફે અરુણાબેનના દીકરા તીલક વિનોદભાઈ ભંડેરીના નામે પોતાની તમામ પ્રકારની મિલ્કત કરી દીધે લા નું વસીયતનામું વંચાણે આવેલ હોય જેમા મારા આધાર કાર્ડની ઝેરોક્ષનો ઉપયોગ થયેલ અને તે ઝેરોક્ષ ઉપર મારી સહી હતી.
જે આધાર કાર્ડ ની ઝેરોક્ષ જેમાં મારી સહી છે તે ડોક્યુમેન્ટ મે કોઈ ને આપેલ નથી કે તેમાં કરેલ સહિ મારી નથી સુંદરવું વસીયતનામાં ની અંદર અમોને સાક્ષી તરીકે લેવામાં આવેલ હતા. પરંતુ અમો એ આ વસીયતનામામાં સાક્ષી તરીકે રહેલ નથી જેથી અમોને આ વસીયત નામું આ મધુબેન ઉર્ફે નીકીતાબેન ઉર્ફે અરુણાબેને ખોટું બનાવેલ હોય તેવી શંકા જતા તા.૦૨/૦૫/૨૦૨૪ ના રોજ માલવીયા નગર પોલીસ સ્ટેશન રાજકોટ ખાતે અરજી કરેલ હોય જેમા માલવીયા પો.સ્ટે. નાઓ તપાસ કરેલ હતી.
જેથી અમોને જાણવા મળેલ કે આ વસીયતનામું અમદાવાદ ખાતે બનેલ હોય જેમાં નોટરી તરીકે અબુજરભાઈ ઉજ્જૈની તા.૦૨/૦૪/૨૦૨૨ ના રોજ મરણ ગયેલ હોય તેવુ અગુજરભાઈના પત્ની મહેરા જબેન વા/ઓ અબુજરભાઈ ઉજજૈનીના ઓ જણાવેલ હોય જે વસીયતમાં રાઉન્ડ સીલ જેના રજી નં ૮૦૨ નો સીકકો મારેલ હોય જે અંગે નોટીટી ની તપાસ કરતા અબુજભાઈ તા.૦૨/૦૪/૨૦૨૨ ના રોજ મરણ ગયેલ હોય અને આ વસીયતનામુ સને ૨૦૧૭ માં બનેલ હોય જે અંગેની રજી. એન્ટ્રી તેઓએ ચેક કરતા જેમાં મારા બનેવી વિનોદભાઈ ની એક પણ એન્ટ્રી નથી કે મારી પણ એક એન્ટ્રી નથી.
તપાસ દરમ્યાન માલવીયા પોલીસ દ્વારા મને જાણવા મળેલ હોય જે થી તા.૧૫/૦૩/૨૦૧૭ જેમાં સીરબલ નંબર -V-31 થી થયેલ વસીયતનામુ ખોટુ હોય જેમા નોટરી તરીકે અબુજરભા ઈ મોઇઝભાઈ ઉજજૈની નો રાઉન્ડ સીલ જેના ૨જી નં ૮૦૨ નો સીકકો મારેલ હોય જે તા.૦૨/૦૪/૨૦૨૨ ના રોજ મરણ ગયેલ હોય અને આ વસીયતનામું સને ૨૦૧૭ માં બનેલ હોય જે અંગેની રજી. એન્ટ્રી જેમા મારા બનેવી વિનોદભાઈ ની એક પણ એન્ટ્રી નથી કે મારી પણ એક એન્ટ્રી નથી તેમજ વસીયાતનામુ બનાવનાર ના પત્ની મહેરાજબેન વા/ઓ અ બુજરભાઈ ઉજજૈની પોતે જણાવેલ કે તેના પતિની કોઈએ ખોટી સહી અને સીક્કાનો ઉપયોગ થયેલ હોય ખોટું વસિયતનામું મોકલી ફરિયાદીને સાક્ષી તરીકે આધાર કાર્ડમાં ખોટા સહી સિક્કા અને નામો સાચા તરીકે મધુબેન ઉર્ફે નિકિતાબેન ના નામે કોર્ટમાં રજૂ કરેલ હોય જેથી પોલીસ ફરિયાદ નોંધાવી હતી.