BREAKING NEWS

રાજ્યસભાના સાંસદ નરહરિ અમિનની અધ્યક્ષતામાં અસલાલીમાં 'આવો ગાંવ ચલે' અભિયાન હેઠળ ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો

  • February 02, 2026 11:16 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મણિબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત આશાભાઈ પુરૂષોત્તમદાસ અમીન આરોગ્યધામ, અસલાલી ખાતે ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીનની અધ્યક્ષતામાં અમદાવાદ મેડિકલ એસોસિએશન તથા જુનિયર ડોક્ટર્સ એસોસિએશનના સહયોગથી 'આવો ગાંવ ચલે' અભિયાન અંતર્ગત ફ્રી મેડિકલ ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેડિકલ ચેકઅપ કેમ્પમાં ફ્રી મેડિકલ ચેકઅપનો 250 થી વધુ ગ્રામજનોએ લાભ લીધો હતો.


આ ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ દરમિયાન જનરલ ફિઝિશિયન, ઇએનટી, ઓર્થોપેડીક, પીડિયાટ્રિશિયન, ગાયનેકોલોજિસ્ટ, ઓપ્થોલમોલોજિસ્ટ, ડરમેટોલોજિસ્ટ, ડાયાબીટોલોજિસ્ટ, જનરલ સર્જન જેવા ફેકલ્ટીના નિષ્ણાત ડોક્ટર્સ દ્વારા કેમ્પમાં આવેલ લાભાર્થીઓનું નિશુલ્ક નિદાન કરવામાં આવ્યું હતું. જરૂર જણાતા ત્યાં બ્લડ ટેસ્ટ કરીને દર્દીઓને નિ:શુલ્ક દવાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. 


આ પ્રસંગે મણિબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના ઉપપ્રમુખ ડો. વરૂણ અમીન, સેક્રેટરી પ્રવિણચંદ્ર અમીન, ટ્રસ્ટીઓ ઘનશ્યામભાઈ અમીન, નીતાબેન અમીન, વિજુલબેન અમીન, મૃદુલાબેન અમીન, ભગવત અમીન, ડો.વિશ્વાસ અમીન અને અમદાવાદ મેડિકલ એસોસિએશન અને ગુજરાત મેડિકલ એસોસીએશનનાં ડો. તુષાર પટેલ, ડો. જીગ્નેશભાઈ શાહ, ડો. મૌલિક શેઠ, ડો. મનજીત નાયક અને અન્ય ડોક્ટર્સ તથા અસલાલી ગામનાં સરપંચ નરેન્દ્રભાઈ પટેલ, અજીતભાઈ પટેલ, પ્રફુલભાઈ અમીન અને હીરામણી આરોગ્યધામના સીએઓ આશિષભાઈ રાજા અને હીરામણિ આરોગ્યધામનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application