શહેરની ભાગોળે માલિયાસણ નજીક યુવકની એક્ટિવામાં પાછળ બેઠેલા શખસે યુવકને છરીના 13થી વધુ ઘા મારી હત્યાનો પ્રયાસ કરતા ગંભીર હાલતમાં યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. યુવકને છરીના ઘા મારતો હતો ત્યારે છોડાવવા વચ્ચે પડેલા ભરવાડ યુવકને પણ છરી ઝીકી દેતા ઇજા થવાથી ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. બનાવના પગલે પોલીસે યુવકના ભાઈની ફરિયાદ પરથી જંગલેશ્વરના પ્રકાસ પરમાર સામે ગુનો નોંધી ઝડપી લેવા તજવીજ શરૂ કરી હતી અને ગણતરીની કલાકોમાં પ્રકાશ પરમારને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી લઇ વધુ પુછપરછ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ રોડ પર એસટી વર્કશોપ પાછળ આંબેડકરનગરમાં રહેતો અને લાઈટબોર્ડ ફિટિંગ કરવાનું કામ કરતો રોહિત પ્રવીણભાઈ રાઠોડ (ઉ.વ.22)નો યુવક ગત સાંજે જંગલેશ્વ સોરઠીયા વાડી સર્કલ પાસે રહેતો મિત્ર પ્રકાશ પરમાર સાથે એક્ટિવામાં જઈ રહ્યો હતો ત્યારે માલિયાસણ પાસે પહોંચતા પાછળ બેઠેલા પ્રકાશએ નેફામાંથી છરી કાઢી અચાનક પાછળથી ઘા મારવા લાગતા રોહિત ત્યાંજ પડી ગયો હતો. પ્રકાશએ ઉપરા છાપરી છરીના 13 જેટલા ઘા મારતા રોહિતને પીઠ, ગળા, હાથ-પગમાં ગંભીર ઇજા થઇ હતી. પ્રકાશ ખુન્નસ પૂર્વક હુમલો કરતો હોવાનું ત્યાંથી પસાર થતા ભરવાડ યુવક જોઈ જતા દોડી છોડાવવા વચ્ચે પડતા પ્રકાશએ તેને પણ છરીના ઘા ઝીકી નાશી છૂટ્યો હતો. રોહિત લોહી લુહાણ હાલતમાં પડ્યો હોવાથી કોઈએ 108ને જાણ કરતા તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. દરમિયાન રોહિતના ફોનમાં તેના ભાઈનો ફોન આવતા 108ના ઇએમટીએ હોસ્પિટલએ આવવાનું ક્હેતા પરિવારજનો દોડી ગયા હતા. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે કુવાડવા પોલીસને જાણ કરી હતી. પોલીસે યુવકના ભાઈ ઋત્વિક પ્રવીણભાઈ રાઠોડ(ઉ.વ.20)ની ફરિયાદ પરથી મૂળ જસદણના પારેવાડા અને હાલ જંગલેશ્વર શેરી નં.25/26માં રહેતા પ્રકાશ ઉર્ફે કાળું જીતેશભાઇ પરમાર સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી હતી.
આરોપીને ઝડપી લેવા ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ એમ.આર.ગોંડલીયા, પીઆઈ એમ.એલ.ડામોર, પીઆઈ સી.એચ.જાદવના માર્ગદર્શન હેઠળ ટીમે તપાસ હાથ ધરી હતી દરમિયાન પીએસઆઇ એ.એન.પરમાર, એએસઆઇ જયદીપસિંહ વાઘેલા, પો.કોન્સ.ગોપાલભાઈ પાટીલ, મોહિલરાજસિંહની સંયુક્ત બાતમીના આધારે ઝડપી પાડી આગળની કાર્યવાહી માટે કુવાડવા રોડ પોલીસને સોંપી આપ્યો છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં રોહિત અને પ્રકાશ બંને મિત્રો હોવાથી પ્રકાશને પૈસાની જરૂર પડતી હોય ત્યારે રોહિત તેને પૈસા આપતો હતો. આ પૈસાની રોહિતને જરૂર પડતા તેને પ્રકાશ પાસે ઉઘરાણી કરતા ગઈકાલે બંને દેવપરામાંથી માલિયાસણ તરફ એક જ એક્ટિવામાં બેસીને ગયા હતા ત્યાં ડખ્ખો થતા રોહિતને છરીના ઘા ઝીક્યાં હોવાનું સામે આવ્યું છે. વધુ તપાસ કુવાડવા પોલીસે હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર હાપા યાર્ડ ખાતે એક રાષ્ટ્ર એક ચુંટણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો
May 02, 2025 06:36 PMજામનગર: જ્યાં સુધી મનપા કમિશનર મને મળશે નહિ ત્યાં સુધી હુ પાણી પણ નહિ પીવ
May 02, 2025 06:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech