જીએસટીઆર-૩બી રિટર્ન ફાઇલ કરનારી કંપનીઓને હાલ પૂરતી રાહત મળી છે. જીએસટી નેટવર્કે જીએસટીઆર-૩બી રિટર્નના ટેબલ ૩.૨ને એપ્રિલના રિટર્નથી નોન-એડિટેબલ કરવાની જાહેરાત કરી હતી, પરંતુ હાલ તેને ટાળી દેવામાં આવ્યો છે. આ રાહત અનરજિસ્ટર્ડ લોકો, કમ્પોઝિશન ટેક્સપેયર અને યુનિક આઇડેન્ટિફિકેશન નંબર (UIN) ધરાવતા લોકોને ઇન્ટર-સ્ટેટ સપ્લાય સાથે સંબંધિત છે.
જીએસટી વ્યવસ્થામાં જીએસટીઆર-૩બી રિટર્ન ફાઇલ કરનારાઓને હાલ એક રાહત મળી છે. રજિસ્ટર્ડ કંપનીઓ અનરજિસ્ટર્ડ અને કમ્પોઝિશન ટેક્સવાળાઓને જે વેચાણ કરે છે, તે માસિક રિટર્નમાં ટેબલ ૩.૨માં દેખાય છે. તેને લોક કરવામાં આવવાનું હતું, પરંતુ જીએસટી નેટવર્ક (GSTN)એ કહ્યું છે કે હાલ આ અમલ ટાળી દેવામાં આવ્યો છે.
જીએસટી નેટવર્કે ૧૧ એપ્રિલે કહ્યું હતું કે એપ્રિલ મહિનાની જીએસટીઆર-૩બી રિટર્ન ફાઇલિંગમાં ઇન્ટર-સ્ટેટ સપ્લાયના આંકડા આપોઆપ (ઓટો પોપ્યુલેટ) દેખાશે અને તેને બદલી શકાશે નહીં. શુક્રવારે જાહેર કરાયેલી એડવાઇઝરીમાં તેણે કહ્યું કે આ ફેરફાર અંગે કરદાતાઓની તરફથી કેટલાક પ્રેઝન્ટેશન આપવામાં આવ્યા હતા. હાલ તેની સ્ટડી કરવામાં આવી રહી છે અને આગામી સમયમાં તેનું સમાધાન કરવામાં આવશે.
જીએસટી નેટવર્કે શું કહ્યું?
જીએસટી નેટવર્ક (GST Network update)એ કહ્યું, “કરદાતાઓની સુવિધા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે કે ટેબલ ૩.૨ હાલ એડિટેબલ રહેશે (એટલે કે તેમાં સુધારો કરી શકાશે). કરદાતાઓને સલાહ આપવામાં આવે છે કે જરૂર હોય તો ઓટો-પોપ્યુલેટેડ એન્ટ્રીમાં સુધારો કરે અને સાચું રિટર્ન ફાઇલ કરે.”
જીએસટીઆર-૩બી ફોર્મના ટેબલ ૩.૨માં અનરજિસ્ટર્ડ લોકો, કમ્પોઝિશન ટેક્સપેયર અને યુનિક આઇડેન્ટિફિકેશન નંબર (UIN) ધરાવતા લોકોને ઇન્ટર-સ્ટેટ સપ્લાયની માહિતી હોય છે. કંપનીઓ જીએસટીઆર-૧ અને જીએસટીઆર-૧એમાં ઇન્ટર-સ્ટેટ સપ્લાયની માહિતી આપે છે, તે જ ટેબલ ૩.૨માં ઓટો-પોપ્યુલેટ થાય છે.
સહુલિયત છે તો મુશ્કેલી પણ
ટેક્સ કન્સલ્ટન્સી ફર્મ એેકેએમ ગ્લોબલના પાર્ટનર સંદીપ સહગલના અનુસાર, “જીએસટી નેટવર્કનું આ પગલું અનેક કંપનીઓ માટે રાહતની વાત છે. પહેલાં કહેવામાં આવ્યું હતું કે ટેબલ ૩.૨માં દેખાતી વેલ્યૂને એપ્રિલ ૨૦૨૫ના રિટર્નથી બદલી શકાશે નહીં. તેના ટળવાથી ખાસ કરીને રિટેલ, એફએમસીજી, હોસ્પિટાલિટી અને ઇકોમર્સ સેક્ટરની કંપનીઓને તૈયારીનો સમય મળી જશે. આ સેક્ટરમાં અનરજિસ્ટર્ડ ખરીદદારોને વેચાણ સામાન્ય વાત છે.”
જો કે એએમઆરજી એન્ડ એસોસિએટ્સના પાર્ટનર રજત મોહનના અનુસાર અંતિમ સમયે કરવામાં આવેલો આ ફેરફાર નીતિગત અસ્થિરતા દર્શાવે છે. તેનાથી અનિશ્ચિતતાનું વાતાવરણ બને છે. તેમણે કહ્યું, “જ્યારે કંપનીઓ ERPમાં સુધારા કરે છે અને સમગ્ર સંસ્થાના સ્તરે કમ્પ્લાયન્સ સ્ટ્રક્ચરમાં ફેરફાર કરે છે, તો રિટર્ન ફાઇલિંગના ઠીક પહેલાં તેને બદલવું ખૂબ મુશ્કેલ થઈ જાય છે.”
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજ્યોર્જિયા મેલોનીને ઘુટણીએ બેસી અલ્બેનિયાના પીએમએ આવકાર્યા
May 17, 2025 10:16 AMGST Filing Relief: કંપનીઓને મોટી રાહત, જીએસટી ફાઇલિંગમાં થનારો આ ફેરફાર ટળ્યો
May 16, 2025 11:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech