BREAKING NEWS

રાજકોટમાં 68 લાખનું બિલ ચૂકવ્યા વિના ITCનો ખોટો લાભ લેનારને GSTની રિકવરી નોટિસ

  • January 20, 2026 04:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટના એક રેકઝીનની ધંધાર્થી કંપની સામે જીએસટી વિભાગે લાલ આંખ કરતા રિકવરી નોટિસ પાઠવી છે. રાજકોટના એક રેકઝીનને લગતા ધંધા સાથે સંકળાયેલી પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ માલની ખરીદી કર્યા બાદ રૂપિયા 68 લાખ જેટલી રકમનું બિલનું પેમેન્ટ ચૂકવવામાં નિષ્ફળ તા દર્શાવી હતી. તેમ છતાં જીએસટીના કાયદા હેઠળ તેણે ઇનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ ખોટી રીતે મેળવી લીધો હતો. આ સંદર્ભે માલ વેચનાર પેઢી દ્વારા સમગ્ર હિસાબ, આધાર દસ્તાવેજો તથા જીએસટી કાયદાની સંબંધિત જોગવાઈઓ હેઠળ એમ.એસ.ઈ. કાઉન્સિલને લેખિત રજૂઆત કરવામાં આવતા જીએસટી ડિપાર્ટમેન્ટ દ્વારા કાયદાની જોગવાઈ મુજબ રેકઝીનના ધંધાર્થીને રિકવરી નોટિસ પાઠવવામાં આવી છે. જેને લઈને રેકઝીનના ધંધાર્થીને વ્યાજ તથા પેનલ્ટી સહિતની રકમ ચૂકવવાની ફરજ પડી શકે છે.


આ અંગે પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે સૌરાષ્ટ્ર- કચ્છ વિસ્તારમાં આ પ્રકારની પ્રથમ રિકવરી નોટિસ હોવાનું જાણવા મળી રહ્યું છે. અને આવી નોટિસની ઓવન ના કરવામાં આવે તો જીએસટી નંબર રદ કરવાની કાર્યવાહી સુધીના પગલાં લેવામાં આવી શકે છે. એમએસએમઈ એક્ટ 2006 હેઠળ ચૂકવવામાં નહી આવેલા ઇન્વોઈસની રકમની વસુલાત માટે માઈક્રો સ્મોલ એન્ટરપ્રાઇઝ ફેસીલીટેશન કાઉન્સિલને ગાંધીનગર સમક્ષ ફરિયાદ કરવામાં આવી છે. આ ફરિયાદના પગલે ડિફોલ્ટરને નોટિસ પાઠવવામાં આવી છે. રાજકોટ- સૌરાષ્ટ્ર જીએસટી દ્વારા ડિફોલ્ટરને પ્રથમ નોટિસ પાઠવવામાં આવતા અન્ય ડિફોલ્ટરોમાં ભયનો માહોલ સર્જાયો છે.


બિલની રકમ ચૂકવ્યા વિના ખોટી આઇટીસીનો લાભ મેળવવો ગંભીર ગુનો : જતીન ભટ્ટ

રાજકોટ શહેરના જીએસટીના કાયદાના નિષ્ણાત એડવોકેટ જતીન ભટ્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે સૌરાષ્ટ્રમાં એમ.એસ.એમ.ઈના કાયદા હેઠળ નોંધાયેલા તમામ વેપારી એકમો બિલ મુજબ બાકી રહેતી લેણી રકમ માટે એમ.એસ.એમ.એસ ડેવલપમેન્ટ 2006ના ડીલે પેમેન્ટ પ્રોવિઝન હેઠળ કાઉન્સિલ સમક્ષ ફરિયાદ કરી શકે છે. તેમજ જ્યાં ડિફોલ્ટર દ્વારા બિલની રકમ ચૂકવ્યા વિના આઈટીસીનો લાભ લેવામાં આવ્યો હોય એવા સંજોગોમાં એમએસએમઈ એકમો સંપૂર્ણ વિગતો સાથે જીએસટી ડિપાર્ટમેન્ટ સમક્ષ રજૂઆત કરી શકે છે. જેના આધારે જીએસટીના કાયદા હેઠળ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવતી હોય છે.


45 દિવસની અંદર ચુકવણી ન થાય તો ડિફોલ્ટર સામે કડક કાર્યવાહી થશે : ગજેન્દ્ર જાની

આ અંગે અન્ય એક એડવોકેટ ગજેન્દ્ર જાની જણાવે છે કે એમએસએની એક્ટની કલમ 15 થી 18 હેઠળ એમ.એસ.મી એકમો માટે ડીલે પેમેન્ટ માટે કાયદા મુજબ માલ અથવા સેવા સ્વીકાર્ય થયાની તારીખથી વધુમાં વધુ 45 દિવસની અંદર ચુકવણી કરવી ફરજિયાત છે. આ સમય મર્યાદાનું ઉલંઘન થાય તો ખરીદનારે આરબીઆઈ દ્વારા નિર્ધારિત કરેલ બેન્ક રેટના ત્રણ ગણું વ્યાજ ચૂકવવાની ફરજ પડે તેમ છે. જેમાં કોઈપણ શરતો માન્ય રહેતી નથી. કાઉન્સિલ દ્વારા સંધિ તથા અરબી ટેશન ની કાર્યવાહી હાથ ધરવામાં આવી શકે છે. તેમજ એવોર્ડ સિવિલ કોર્ટના ડિગ્રી સમકક્ષ મૂકવા મૂકવામાં આવી શકે છે. આમ ડીલે પેમેન્ટ હવે માત્ર નાગરિક વિવાદ નથી પરંતુ કાયદેસર ગંભીર ડિફોલ્ટ છે. જેમાં વ્યાપારી નિયમનાત્મક પરિણામો ભોગવવા પડે છે. એકમોએ પોતાના હકોની રક્ષા માટે આ જોગવાઈઓનો સક્રિય ઉપયોગ કરવો જોઈએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application