BREAKING NEWS

જામનગર : ગજાનન ગ્રુપ અને સમસ્ત બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટ દ્વારા ભવ્ય નવરાત્રી મહોત્સવ ઉજવણી કરાય...

  • October 04, 2025 10:19 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં ગજાનન ગ્રુપ પટેલ કોલોની તથા સમસ્ત બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટ જામનગર દ્વારા સર્વ જ્ઞાતિના બહેનો, દીકરીઓ તથા નાના બાળકો માટે શહેરના પટેલ કોલોની શેરી નંબર 7/એ ખાતે તા. 22/09/25 થી 01/10/25 સુધી Urban Navratri 2025 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં ખેલૈયાઓએ દસ દિવસ સુધી ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી હતી.અને નાની બાળાઓ તથા બાળકોને પ્રસાદી રૂપે દરરોજ લાણી તેમજ નાસ્તો દાતાશ્રીઓ અને આયોજક ટીમ દ્વારા આપવામાં આવતો હતો અને સંસદસભ્ય પૂનમબેન માડમ, 78 જામનગર બેઠકના ડૉ.પુજાબેન શર્મા આમ આદમી પાર્ટીના મહિલા અધ્યક્ષ દ્વારા પ્રસાદી રૂપે લાણી અર્પણ કરવામાં આવી હતી.


 આ નવરાત્રી મહોત્સવમાં જામનગર મેયર વિનોદભાઈ ખીમસુરીયા, ભાજપ શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારી, સ્ટે. ચેરમેન નિલેશભાઈ કગથરા, ભાજપ શહેર પૂર્વ પ્રમુખ ડૉ. વિમલભાઈ કગથરા, શાસકપક્ષ નેતા આશિષભાઈ જોષી, દંડક કેતનભાઈ નાખવા, વોર્ડ નં 3 કોર્પોરેટર પરાગભાઈ પટેલ, અલ્કાબા જાડેજા તથા પન્નાબેન કટારીયા, વોર્ડ નં 2ના કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ,વોર્ડ નં 9ના કોર્પોરેટર કુસુમબેન પંડ્યા, બ્રહ્મ અગ્રણી ધરમભાઈ જોષી, પત્રકાર મંડળના પ્રમુખ ભરતભાઈ રાવલ, પત્રકાર હિરેનભાઈ ત્રિવેદી, ભાજપ શહેર યુવા પ્રમુખ દિલીપસિંહ જાડેજા, અશ્વિનભાઈ કોઠારી, વોર્ડ નંબર 3ના પ્રમુખ નરેનભાઈ અને વોર્ડ નં 3 ભાજપ પરિવારની સમગ્ર ટીમ સહિતના રાજકીય,સામાજીક અને જ્ઞાતિના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમને સફળ બનાવવામાં માટે  ગજાનન ગ્રુપ અને સમસ્ત બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટ જામનગરના કેતનભાઈ ભટ્ટ, મનુભાઈ ગણાત્રા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, સિમિતભાઈ રાવલ, ચંદુભાઈ વાજા, વિજયસિંહ જાડેજા, જીતેન્દ્રસિંહ જાડેજા, વીરભદ્રસિંહ જાડેજા, જયદિપભાઈ રાવલ, સુનિલભાઈ જોષી, અપૂર્ણભાઈ બુચ, સંતોષભાઈ રાવલ, તરુણભાઈ પોપટ, નરેન્દ્રભાઈ વારીયા, રાજદીપસિંહ જાડેજા, સુનિલભાઈ ત્રિવેદી, કિશનભાઈ ગોડેશ્વર સહિતના બંને સંસ્થાના ભાઈઓ બહેનો અને યુવાનો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. સંસ્થાના મીડિયા ઇન્ચાર્જ હસિતભાઈ પોપટની યાદીમાં જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application