BREAKING NEWS

ગોંડલ અને પાળ પીપળીયામાં જુગારના દરોડા: ચાર મહિલા સહિત નવ ઝડપાયા

  • July 24, 2026 11:16 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગોંડલ અને પાળ પીપળીયામાં જુગારના દરોડા: ચાર મહિલા સહિત નવ ઝડપાયા

ગોંડલ સિટી પોલીસ મથકના સ્ટાફે નદીના ખાડામાં જુગાર રમતા મહિલા સહિત ચાર શખસોને ઝડપી લીધા હતાં. જયારે દરોડા દરમિયાન એક શખસ નાસી છૂટયો હતો. જયારે જુગારના અન્ય દરોડામાં લોધિકા પોલીસ મથકના સ્ટાફે પાળ પીપળીયા ગામે રાત્રીના શેરીમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા ત્રણ મહિલા પાંચ શખસોને ઝડપી લઇ તેની સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
જુગારના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, ગોંડલ સિટી પોલીસ મથકના સ્ટાફે ગોંડલ સરકારી હોસ્પિટલ સામે આવેલ નદીના ખાડમાં જુગાર રમતા મહિલા સહિત ચાર શખસોને ઝડપી લીધા હતાં. જેમાં અર્જુન ભરતભાઇ સોલંકી, ગોપાલ રૂડાભાઇ સોલંકી, આશીષ કાનાભાઇ સોલંકી અને રીટા ખીમાણંદભાઇ માવલીયા (રહે બધા નદીના ખાડામાં, ગોંડલ) નો સમાવશે થાય છે. પોલીસે પટમાંથી રોકડ રૂ. ૧૩,૫૦૦ કબજે કર્યા હતાં. દરોડા દરમિયાન અજય જેન્તીભાઇ સોલંકી નાસી ગયો હોય તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
જયારે જુગારના અન્ય દરોડામાં લોધિકા પોલીસ મથકના સ્ટાફે પાળ પીળપળીયા ગામે ખોડલ રેસીડેન્સી શેરીમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા ત્રણ મહિલાઓ સહિત પાંચને ઝડપી લીધા હતાં. જેમાં અનીલ ધીરૂભાઇ ચુડાસમા, જયદીપ ઉર્ફે જલો પ્રભુભાઇ લખધીર, યમુનાબેન નયનભાઇ ચાવડા, પારૂલબેન જયદીપભાઇ લખધીર અને ઉર્મીલાબેન પરષતોમભાઇ ચાવડાનો સમાવેથ થાય છે. પોલીસે પટમાંથી રોકડ રૂ. ૨,૯૫૦ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application