પોરબંદર એક્સપ્રેસ ટ્રેનના જનરલ ડબ્બામાંથી ગેમઝોન સંચાલકના પત્નીના થેલામાં રહેલ પર્સની ચોરી થઈ ગઈ હતી. જેમાં રોકડ રકમ અને દાગીના સહિત રૂ. 87,365 ની મત્તા હોય જે અંગે રેલવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.મૂળ રાજકોટનો વતની હાલ અમદાવાદ રહેતો આ પરિવાર જામજોધપુર લગ્ન પ્રસંગમાં જતો હતો દરમિયાન આ ઘટના બની હતી.
હાલ અમદાવાદમાં ચાંદખેડા વિસ્તારમાં રહેતા મૂળ રાજકોટના શિવરાજ પાર્ક વિસ્તારના વતની ગેમઝોન સંચાલક રમેશભાઈ મૂળજીભાઈ માકડીયા (ઉ.વ 56) દ્વારા રેલવે પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ જામજોધપુરમાં રહેતા તેમના સાઢુભાઈની દીકરીના લગ્ન તારીખ 7/6/2025 ના હોય જેથી તા. 3/6/2025 ના અમદાવાદથી રાજકોટ આવવા ગાંધીનગર વેરાવળ ટ્રેનમાં બેઠા હતા. અહીં રાજકોટમાં સાધુ વાસવાણી રોડ પર રહેતા તેમના સાળાના ઘરે એક દિવસ રોકાયા હતા.
બાદમાં રાજકોટના ભક્તિનગર સ્ટેશનથી જામજોધપુર જવા માટે પોરબંદર એકસપ્રસ ટ્રેનમાં ગઈ તા. 4/6/2025 ના ટ્રેનના જનરલ ડબ્બામાં બેઠા હતા તે સમયે તેમના પત્ની પાસે ખાખી કલરના થેલામાં એક નાનું પર્સ હતું જેમાં સોનાનું પેન્ડલ, સોનાનો ચેન, રોકડ રૂ.10,860 સહિત કુલ રૂપિયા 87,365 ની મત્તા હતી. ભક્તિનગરથી ગોંડલ આવતા ફરિયાદીના પત્નીએ થેલો હાથમાં રાખ્યો હતો જે પાણી પીવા માટે તે થેલો જોતા અંદર દાગીના તથા રોકડ રૂપિયા સાથેનું પર્સ જોવા મળ્યુ ન હતું. આજુબાજુ તપાસ કરી હતી પરંતુ ક્યાંય પર્સ જોવા ન મળતા ચોરી થયાનું માલુમ પડ્યું હતું તેથી તેમણે તેમના સાળાને ફોન કરી આ બાબતે જાણ કરી હતી. બાદમાં તેમણે આ અંગે રેલવે પોલીસ સ્ટેશનમાં રોકડ અને દાગીના સહિત 87,365 ની મત્તા સાથેનું પર્સ ચોરી થયા અંગે આ ફરિયાદ નોંધાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેવડાવાડીમાં ધોળા દિવસે સોની વેપારીના ઘરમાં ચોરી કરનાર મુંબઇનો શખસ ઝડપાયો
June 16, 2025 03:16 PMમારી ગાડીના કાચ તમારા સમાજના લોકોએ જ તોડ્યા, કહી યુવાનને હડધૂત કરી ધમકી
June 16, 2025 03:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech