BREAKING NEWS

દ્વારકા જિલ્લાના ગાંધવીથી હર્ષદમાતા મંદિર સુધીનો ફોર ટ્રેક રોડ મંજુર કરાયો

  • December 27, 2025 12:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજ્ય સરકાર પ્રવાસીઓની સુવિધામાં વધારો થાય અને પ્રવાસન થકી જિલ્લામાં રોજગાર અને વિકાસની નવી દિશાઓ ખુલે તે માટે સતત પ્રયત્નશીલ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા પ્રસિદ્ધ યાત્રાધામ હર્ષદ માતા મંદિર  અગત્યનું પ્રવાસન કેન્દ્ર છે.


ગાંધવી (પોરબંદર- દ્વારકા હાઈવે)થી હર્ષદ માતા મંદિરનો આ પ્રસ્તાવિત ફોર ટ્રેક સી.સી. રોડ ધાર્મિક પ્રવાસન સ્થળને સારી કનેક્ટીવીટી પુરી પાડશે અને કોસ્ટલ ટુરીઝમને વેગ આપશે. આ પ્રોજેક્ટ થકી વિસ્તારમાં પ્રવાસીઓની સંખ્યા વધશે અને સ્થાનિક વિકાસને વેગ મળશે.

​​​​​​​


આ રોડ અંદાજિત ૭ કી.મી.નો ૨૪ મીટર રસ્તો વરસાદી પાણી નિકાલ, ફુટપાથ, લાઈટ્સ જેવી સુવિધાઓ સાથે તૈયાર કરવામાં આવશે, જે દરિયાકાંઠા નજીક એક સુંદર દૃશ્યનું નિર્માણ કરશે. રસ્તાઓ વચ્ચેની જગ્યામાં વૃક્ષારોપણ પણ કરવામાં આવશે. આ રસ્તો માર્ગ અને મકાન વિભાગ- સ્ટેટની દેખરેખ હેઠળ બનાવવામાં આવશે.


આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ માર્ગ અને મકાન વિભાગ દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના રસ્તાઓની મરામત કરી રોડ નેટવર્ક દુરસ્ત કરવાની કામગીરી પૂરજોશમાં હાથ ધરવામાં આવી રહી છે. જેના અનુસંધાને દ્વારકા-વસઈ-બાટીસા-ગઢેચી-હમુસર જંક્શન રોડની રીસરફેસીંગની કામગીરી પૂરજોશમાં હાથ ધરવામાં આવી રહી છે, અંદાજિત ૧૮ કી.મી. માર્ગની રિસરફેસિંગ કામગીરી પરિણામે વાહનચાલકોને સુરક્ષિત અને સુગમ પરિવહન થઈ શકશે. A



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application