છેલ્લા થોડા સમયથી શેર બજાર જે રીતે તૂટી રહ્યું હતું અને સોના ચાંદીમાં તેજી જ તેજી હતી તે સમય હવે બદલાયો છે અને આ તેજીના વળતા પાણી શ થયા હોય તેમ સોના અને ચાંદીના ભાવમાં તીવ્ર ઘટાડો થયો છે.
ઈન્ડિયા બુલિયન એન્ડ વેલર્સ એસોસિએશન અનુસાર, ૧૦ ગ્રામ સોનાનો ભાવ માત્ર એક જ દિવસમાં ૧,૩૭૫ પિયા ઘટીને ૧,૧૯,૨૫૩ પિયા થઈ ગયો છે. તેના આગલા દિવસે બુધવારે સોનાનો ભાવ ૧૦ ગ્રામ દીઠ ૧,૨૦,૬૨૮ પિયા હતો.ચાંદીના ભાવ ૨૯ ઓકટોબરના રોજ પ્રતિ કિલોગ્રામ દીઠ ૧,૪૬,૬૩૩ પિયા ઘટીને ૧,૦૩૩ પિયા ઘટીને ૧,૪૫,૬૦૦ પિયા થઈ ગયા છે. આનાથી ગ્રાહકોને નોંધપાત્ર રાહત મળી છે. આ મહિનાની શઆતમાં, ૧૭ ઓકટોબરના રોજ સોનું ૧,૩૦,૮૭૪ પિયા અને ચાંદી ૧,૭૧,૨૭૫ પિયાના સર્વકાલીન ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયું હતું. આ પછી, માત્ર ૧૩ દિવસમાં સોનામાં ૧૦,૨૪૬ પિયા અને ચાંદીમાં ૨૫,૬૭૫ પિયાનો ઘટાડો થયો છે
સોનું ઘટવાના કારણો
ધનતેરસ અને દિવાળી જેવા તહેવારો પછી, સોના અને ચાંદીની માંગમાં ઘટાડો થયો છે. ખરીદીમાં આ મંદીની સોના અને ચાંદીના ભાવ પર અસર પડી છે.રેકોર્ડબ્રેક ભાવ વધારા પછી, હવે નફો બુકિંગ ચાલી રહ્યું છે. રિલેટિવ સ્ટ્રેન્થ ઇન્ડેકસ જેવા અન્ય ટેકનિકલ સૂચકાંકો સૂચવે છે કે ભાવ ઓવરબોટ ઝોનમાં પહોંચી ગયા છે, જેના કારણે ટ્રેન્ડ ફોલોઅર્સ અને ડીલરોએ વેચાણ કયુ છે.વૈશ્વિક તણાવ પણ ઓછો થયો છે, જેના કારણે સોનાની માંગમાં ઘટાડો થયો છે. સોનાને સામાન્ય રીતે સલામત રોકાણ માનવામાં આવે છે કારણ કે આર્થિક કટોકટી દરમિયાન પણ તેનું મૂલ્ય અકબધં રહે છે.
આ વર્ષે ભાવમાં સોનામાં ૪૩,૦૯૧ રૂપિયાનો વધારો
આ વર્ષે અત્યાર સુધીમાં સોનાના ભાવમાં ૪૩,૦૯૧ પિયાનો વધારો થયો છે. ૩૧ ડિસેમ્બર, ૨૦૨૪ ના રોજ, ૧૦ ગ્રામ ૨૪ કેરેટ સોનાનો ભાવ ૭૬,૧૬૨ પિયા હતો, જે હવે વધીને ૧,૧૯,૨૫૩ પિયા પ્રતિ ૧૦ ગ્રામ થયો છે. આ સમયગાળા દરમિયાન, ચાંદીના ભાવમાં પણ ૫૯,૫૮૩ પિયાનો વધારો થયો છે. ૩૧ ડિસેમ્બર, ૨૦૨૪ ના રોજ, એક કિલોગ્રામ ચાંદીનો ભાવ ૮૬,૦૧૭ પિયા હતો, જે હવે ૧,૪૫,૬૦૦ પિયા પ્રતિ કિલોગ્રામ છે.
સોનું મોંઘું થયું છતાં ચમક જાળવી રાખી
આ ત્રિમાસિક ગાળામાં ભારતમાં સોનાનો સરેરાશ ભાવ ૪૬ ટકા વધીને છ૯૭,૦૭૪.૯ પ્રતિ ૧૦ ગ્રામ થયો છે, જે એક વર્ષ પહેલા ૬૬,૬૧૪.૧ પ્રતિ ૧૦ ગ્રામ હતો. આંતરરાષ્ટ્ર્રીય સોનાના ભાવમાં પણ વધારો થયો છે, જે સરેરાશ ૩,૪૫૬.૫ ડોલર પ્રતિ ઔંસ છે, જે ગયા વર્ષ કરતા નોંધપાત્ર રીતે વધારે છે. ભાવમાં ઐતિહાસિક ૨૩ ટકાનો વધારો, ભારતીય ગ્રાહકોની બદલાતી આર્થિક પરિસ્થિતિઓ અને માથાદીઠ આવકમાં વધારો દર્શાવે છે. તાજેતરના મહિનાઓમાં વધતા ભાવોને કારણે ઘણા ગ્રાહકો લ સંબંધિત ખરીદીઓ અગાઉથી કરી રહ્યા છે, જેના કારણે આગામી ચોથા કવાર્ટરમાં મજબૂત વેચાણ થવાની અપેક્ષા છે.
સોનાની માગમાં ઘટાડો થવાનું કારણ
સોનાના દાગીનાની માંગમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો. ગયા વર્ષના ૧૭૧.૬ ટનથી ઘટીને આ ત્રિમાસિક ગાળામાં માત્ર ૧૧૭.૭ ટન થઈ ગયો, જે લગભગ ૩૧ ટકાનો ઘટાડો છે. જોકે, ખરીદદારોએ વધેલા ભાવોને સમાયોજિત કરવા માટે તેમના બજેટમાં ફેરફાર કર્યા હોવાથી દાગીનાની ખરીદીનું કુલ મૂલ્ય આશરે છ૧,૧૪,૨૭૦ કરોડ પર સ્થિર રહ્યું.બીજી બાજુ, રોકાણ સોનાની માંગમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો. જથ્થાની દ્રષ્ટ્રિએ, તે ૨૦ ટકા વધીને ૯૧.૬ ટન થયું, જ્યારે મૂલ્યની દ્રષ્ટ્રિએ તે ૭૪ ટકા વધીને ૫૧,૦૮૦ કરોડથી ૮૮,૯૭૦ કરોડ થયું. ઇન્ડિયા રિજનલ સીઈઓ સચિન જૈનના જણાવ્યા અનુસાર, આ આંકડા ભારતીય ગ્રાહકોમાં લાંબા ગાળાની સંપત્તિ અને સલામત રોકાણ તરીકે સોનાને સ્વીકારવાના વધતા વલણને દર્શાવે છે.
દેશમાં સોનાની માગમાં ત્રણ મહિનામાં ૧૬%નો ઘટાડો
જુલાઈ–સપ્ટેમ્બર કવાર્ટર દરમિયાન ભારતમાં સોનાની માંગમાં મોટો ઘટાડો જોવા મળ્યો. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના તાજેતરના અહેવાલ મુજબ, જથ્થા દ્રારા કુલ સોનાની માંગ ૧૬ ટકા ઘટીને ૨૦૯.૪ ટન થઈ છે, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં ૨૪૮.૩ ટન હતી. આ ઘટાડો મુખ્યત્વે સોનાના ઐંચા ભાવને કારણે ગ્રાહક ખરીદીમાં ઘટાડો થવાને કારણે થયો હતો.જોકે, મૂલ્ય દ્રારા માંગ ૧,૬૫,૩૮૦ કરોડથી વધીને ૨,૦૩,૨૪૦ કરોડ થઈ છે, જે ૨૩ ટકાનો વધારો છે. આનો અર્થ એ થયો કે લોકોએ ઓછું સોનું ખરીધું હોવા છતાં, ઐંચા ભાવને કારણે કુલ ખર્ચમાં વધારો થયો છે.