સોના અને ચાંદીના ભાવ આસમાને હોય ચોરીના બનાવો તેમજ સોની વેપારીને ત્યાંથી સોનુ લઈ કારીગરો નાસી છૂટવાના બનાવો નું જોખમ વધી રહ્યું છે ત્યારે આવોજ વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં રાજકોટના હાર્દ સમા યાજ્ઞિક રોડ પર મલબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સ લિમિટેડ કંપનીના શોરૂમમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલી મહિલા શોરૂમના કર્મચારીઓની નજર ચૂકવી 4.72 લાખની કિંમત નો સોનાનો ચેઇન ચોરી કરી લઈ ગયા અંગેની એ ડિવિઝન પોલીસમાં તકમાં શોરૂમના મેનેજર એ ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટના કટારીયા ચોકડી નજીક પંડીત દીનદયાળ નગર ફલેટ એફ.૧૦૧ રંગોલીપાર્ક મોટા મવા કાલાવડ રોડ ખાતે રહેતા અને યાજ્ઞિક રોડ મલબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ લિમિટેડ કંપનીના શોરૂમમાં મેનેજર તરીકે ફરજ બજાવતા વિજયભાઈ સંતોષભાઈ મૂલ ચંદાણી ઉંમર વર્ષ 46 વાળાએ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદમાં વિજયભાઈએ જણાવ્યા મુજબ યાગ્નિકરોડ ઉપર ડી.એચ. કોલેજની બાજુમાં આવેલ મલબાર ગોલ્ડ એન્ડ ડાયમંડસ લી મિટેડ કંપનીમાં શોરૂમ મેનેજર તરીકે છેલ્લા ૧૦ વર્ષ થી ફરજ બજાવતા હોવાનું તેમજ ગઇ તા. ૨૩/૦૧/૨૦૨૬ ના રોજ સવારના નોકરી ઉપર આવેલ અને રાત્રીના સાડા આઠેક વાગ્યે મલબાર ગોલ્ડ એન્ડ ડાયમંડસ કંપની બંધ કરી દીધેલ અને ત્યાર બાદ મલબાર કંપનીના સ્ટાફના માણસો દ્રારા મલબાર ગોલ્ડમાં રાખેલ સોનાના જુદા જુદા આભુષણો દાગીનાના સ્ટોક ગણતરી કરી રહ્યા હતા.
ત્યારે સ્ટોકમાં એક સોનાનો ચેઇન નંગ-૦૧ ૨૭.૫૯ ગ્રામનો ૨૨ કેરેટ જેની કીમત આશરે રૂપિયા ૪,૭૨ લાખનો મળી આવેલ નહી. જેથી મલબાર ગોલ્ડ એન્ડ ડાયમંડસ સ્ટાફ ને આ ચેઇન બાબતે પુછપરછ કરતા સ્ટાફને આ સોનાના ચેઇન બાબતે કંઈ ખબર નહી હોવાનુ સ્ટાફના માણસોએ જણાવેલ હતું.
જેથી મલબાર ગો લ્ડ એન્ડ ડાયમંડસ ના સી.સી.ટી.વી ફુટેજ તા.૨૪/૦૧/૨૦૨૬ ના સવારના અગીયારેક વાગ્યા થી કુટેજ જોતા અને તા. ૨૫/૦૧/૨૦૨૬ રાત્રીના આઠેક વાગ્યે સી.સી.ટી.વી ફુટેજ જોતા સી.સી.ટી.વી માં ફુટેજ તા.૨૩/૦૧/૨૦૨૬ ના બપોરના ક.૦૪/૫૦ વાગ્યે એક અજાણી સ્ત્રી મલબાર ગોલ્ડ એન્ડ ડાયમંડસ ડીસ્પ્લેયટ્રે માંથી સોનાનો ચેઇન ચોરી કરતી નજરે પડી હતી.
જેથી પ્રથમ પોલીસ ફરીયાદ કરેલ ન હતી.અને માત્ર લેખિત અરજી આપ્યા બાદ મલબાર ગોલ્ડ એન્ડ ડાયમંડસ કંપનીના ઉપરી અધિકારીને આ બાબતે વાત કરતા તેઓએ પોલીસ ફરીયાદ કરવાનુ કહેતા એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદી નોંધાવી હતી આ અંગે પીઆઇ બીવી બોરીસાગર અને ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
સ્ટોક ન મળતા સીસીટીવી ચેક કરતા મહિલા સીસીટીવીમાં થઈ કેદ
મલબાર શોરૂમમાં સ્ટોક મળતો ન હોય અને સોનાનો ચેઇન ગાયબ હોય જેથી સીસીટીવી ચેક કરતા તા.૨૩/૦૧/૨૦૨૬ ના બપોરના ૪.૦૪/૫૦ વાગ્યે એક અજાણી સ્ત્રી મલબાર ગોલ્ડ એન્ડ ડાયમંડસ કંપનીમાં ગ્રાહક તરીકે સોનાની ખરીદી કરવા આવેલ હોય અને આ અજાણી સ્ત્રી અમારા સ્ટાફની નજર ચૂકવીને ગોલ્ડ એન્ડ ડાયમંડસ ડિસ્પ્લેયટ્રે માંથી સોનાનો ચેઇન નંગ- ૦૧ ૨૭.૫૯ ગ્રામ ૨૨ કેરેટ જેની કીમત ૪, ૭૨,લાખની ચોરી કરી લઈ ગયાનું ધ્યાને આવ્યું હતું.