BREAKING NEWS

સેન્સેક્સમાં ૬૪૭ પોઈન્ટનો ઉછાળો, સોનું રૂ. 1.72 લાખ અને ચાંદી 3.77 લાખને પાર

  • January 28, 2026 03:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે મુક્ત વેપાર કરાર થયો છે. ગઈકાલે તેની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ શરૂઆતના સમયે બીએસઈ સેન્સેક્સ લગભગ ૬૪૭ પોઈન્ટ ઉછળ્યો હતો અને ૮૨,૫૦૩ના સ્તર પર ટ્રેડ થયો હતો જયારે નિફ્ટી ૧૯૭ના ઉછાળા સાથે 25,૩૭૨ ના સ્તરે ટ્રેડ થયો હતો.


વૈશ્વિક બજારમાં સર્જાયેલી અસ્થિરતા અને વધતી જતી માગને કારણે કિંમતી ધાતુઓના ભાવમાં આજે અત્યાર સુધીનો સૌથી મોટો અને ઐતિહાસિક ઉછાળો જોવા મળ્યો છે. સોનું અને ચાંદી બંનેએ પોતપોતાની નવી સર્વોચ્ચ સપાટી સર કરી છે. ભારતીય બજારમાં સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ રૂ. 5000 થી વધુનો વધારો થયો છે, જ્યારે ચાંદીમાં પ્રતિ કિલોગ્રામ રૂ. 21000 થી વધુનો તોતિંગ ઉછાળો નોંધાયો છે.


વડા પ્રધાન નરેન્દ્ર મોદી, યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન અને એન્ટોનિયો કોસ્ટાએ તેને ઐતિહાસિક કરાર ગણાવ્યો હતો. તેને મધર ઓફ ઓલ ડીલ્સ કહેવામાં આવી રહી છે. આ કરાર હેઠળ, યુરોપિયન દેશોમાંથી ભારતમાં આવનાર 90 ટકા માલ હવે ટેરિફ-મુક્ત રહેશે અથવા નોંધપાત્ર કર ઘટાડો મેળવશે. આ કરારની સીધી અસર ભારતીય શેરબજાર પર પડી છે, અને ખુલતાની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટીએ મોટો ઉછાળો નોંધાવ્યો હતો.


ભારત-ઈયુ વેપાર સોદા બાદ શેરબજારમાં તેજી જોવા મળી હતી. એનએસઈ પર ટ્રેડ થઈ રહેલા 2,337 શેરોમાંથી, 1,672 ગ્રીન અને 539 રેડ ઝોનમાં ખુલ્યા હતા. શરૂઆતના કારોબારમાં સેન્સેક્સના શેરોમાં વધારો કરનારા શેરોમાં એક્સિસ બેંક ટોચ પર છે. તે 2.77 ટકા ઉપર છે. બીઈએલ 1.77 ટકા, રિલાયન્સ 1.31 ટકા, પાવર ગ્રીડ 1.14ટકા, એનટીપીસી 1.12 ટકા અને ટ્રેન્ટ 1.06 ટકા અપ છે. ટોચના શેરોમાં ઘટાડો કરનારા શેરોની વાત કરીએ તો, એશિયન પેઇન્ટ્સ ડાઉન છે. તે 5.76 ટકા ઘટ્યો જયારે મારુતિ અને ઇન્ફોસિસ પણ ઘટ્યો છે.


ભારતીય કોમોડિટી માર્કેટ પર સોનાનો વાયદો રૂ. 171489ના ભાવે ખૂલ્યો હતો. જે અગાઉના રૂ. 1,67921ના બંધ ભાવની સરખામણીએ સોનામાં આશરે રૂ. 5000 જેટલો પ્રચંડ વધારો દર્શાવે છે. કારોબાર દરમિયાન સોનું રૂ. 172949 ની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યું હતું. આંરરાષ્ટ્રીય બજારમાં પણ સોનાએ મનોવૈજ્ઞાનિક સ્તર પાર કરતા પ્રતિ ઔંસ 5063.82 ડોલરના ભાવે ટ્રેડિંગ કરી રહ્યું છે.


બીજી તરફ, ચાંદીમાં આવેલી તેજીએ રોકાણકારોને સ્તબ્ધ કરી દીધા છે. એમસીએક્સ પર ચાંદી રૂ. 364821 ના સ્તરે ખૂલીને જોતજોતામાં રૂ. 377655 ના હાઈ લેવલ પર પહોંચી ગઈ હતી. અગાઉના રૂ. 356279 ના બંધ ભાવ સામે અત્યારે ચાંદી રૂ. 376922 પર ટ્રેડ થઈ રહી છે, જે 5.79 ટકાનો સીધો ઉછાળો દર્શાવે છે. વૈશ્વિક બજારમાં ચાંદી 107.61 ડોલરના સ્તરે પહોંચી છે, જે તેની અત્યાર સુધીની સૌથી ઊંચી કિંમત છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News