BREAKING NEWS

રાજકોટમાં દિવાળીએ સોનાનો ભાવ રૂ.1,000 ગગડ્યો, 10 ગ્રામનો ભાવ રૂ.1,31,500 થયો

  • October 20, 2025 04:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધનતેરસ બાદ દિવાળીના શુભ મુહર્તમાં ફરી એક વખત આજે ૨૦ ઓકટોબરના દિવસે ૨૪ કેરેટ સોનાના ભાવમાં તાજેતરની સર્વેાચ્ચ સપાટી ૧,૩૪,૦૦૦ પિયા ૨,૫૦૦ પ્રતિ ૧૦ ગ્રામનો ઘટાડો નોંધાતા સોની બજારમાં વહેલી સવારથી શુકનવંતી ખરીદી માટે ગ્રાહકો ઉમટી પડ્યા હતા. તેમજ આજના દિવસે સોનામાં લાઈટ વેઈટની વેલરી ઉપરાંત રોકાણ માટે સોના–ચાંદીની લગડી અને ગણપતિ અને લમીની મૂર્તિ, સિક્કા અને પેન્ડલ ખરીદી કરતા જોવા મળ્યા હતા. રાજકોટની સોની બજારમાં ૨૪ કેરેટ સોનાના ૧૦ ગ્રામના ભાવ ઘટીને પિયા ૧,૩૧,૫૦૦ થતા ગ્રાહકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.


સોની બજારના ઝવેરીઓમાં નવી આશાનો સંચાર 

દિવાળીના તહેવારોનો પ્રારભં થતાં પહેલાં સોના અને ચાંદીના ભાવે તેની સર્વેાચ્ચ સપાટી પાર કરી હતી. આ બંને ધાતુના ભાવ આસમાને પહોંચવાના કારણે તેની ખરીદી પર મોટો કાપ જોવા મળ્યો હતો. આજે દિવાળીના દિવસે ચોપડા પૂજન અને લમી પૂજાનું મહત્વ રહેલું છે, ત્યારે શુકન માટે લમી અને ગણપતિની મૂર્તિ અને સિક્કા માટે લોકો વધારે પસંદગી કરી રહ્યા હોવાનું રાજકોટની સોની બજારના ઝવેરીએ જણાવ્યું હતું. ગ્રાહકોની ચહલપહેલથી સોની બજારના ઝવેરીઓમાં નવી આશાનો સંચાર થયો છે.


સોની બજારમાં સોનાના ભાવ ૧,૩૧,૫૦૦ પર પહોંચ્યા

છેલ્લા કેટલાક દિવસોથી સોના અને ચાંદી બંને ધાતુના ભાવ દરરોજ નવો ઐતિહાસિક રેકોર્ડ નોંધાવી રહ્યા હતા. જેમાં ચાંદીના ભાવ ૨,૦૦,૦૦૦ પ્રતિ કિલોની  સોનાના ભાવ ૧,૩૪,૦૦૦ પ્રતિ ૧૦ ગ્રામની સર્વેાચ્ચ સપાટી વટાવી ચૂક્યા છે. રાજકોટની સોની બજારમાં સોનાના ભાવ ૧,૩૧,૫૦૦ પર પહોંચ્યા છે, પરંતુ આજે પણ સોનાના ભાવમાં એમસીએકસ કરતા ૨,૦૦૦ પિયા ઐંચા જોવા મળ્યા છે. આ તરફ ઘણા દિવસોથી ચાંદીના ભાવે પણ અવનવા રેકોર્ડ સજીર્ને લોકોને વિચારતા કરી દીધા છે. ચાંદીના ભાવમાં ફરી એક વખત પ્રતિ કિલો પિયા સોનુ ઘટાડો નોંધવામાં આવ્યો છે. ભાવ ઘટીને ૧,૭૧,૯૦૦ પર પહોંચતા તકનો લાભ લેવા માટે ગ્રાહકો ચાંદીની પણ ખરીદી કરવામાં રસ દેખાડી રહ્યા હોવાનું ઝવેરી બજારના સૂત્રો જણાવી રહ્યા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application