યુદ્ધ વિરામ બાદ સોનાના ભાવમાં કડાકો, ગગડીને એક તોલાનો ભાવ આટલો થયો

  • May 12, 2025 03:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારત પાકિસ્તાન યુદ્ધ વિરામ અને વૈશ્વિક પરિબળોની અસરથી ભારત સહિત દેશભરમાં સોનાના ભાવમાં કડાકો જોવા મળ્યો છે. રાજકોટની સ્થાનિક સોની બજારમાં 24 કેરેટ સોનાના પ્રતિ 10 ગ્રામના ભાવમાં ચાર દિવસ પૂર્વે 8 મેના રોજ રૂપિયા 99, 700 હતા,  જેમાં 3,500નો  કડાકો થતાં આજે રાજકોટની સ્થાનિક બજારમાં સોનાનો ભાવ રૂપિયા 96, 200 નોંધાયો છે. રાજકોટની સોની બજારમાં 7મેએ સોનુ રૂપિયા 1,00, 700 પર પહોંચ્યા બાદ ભારત પાકિસ્તાન યુદ્ધની અસરથી 1,000 રૂપિયા ઘટીને 99,700 પર પહોંચ્યું હતું. હવે ચાર દિવસ બાદ તેમાં કડાકો બોલતા સ્થાનિક સોની બજારમાં સોનાના ભાવ પ્રતિ 10 ગ્રામના રૂપિયા 96, 200 થયા છે. જોકે વૈશ્વિક અને સ્થાનિક પરિબળોને ધ્યાનમાં લઈને સોનાના ભાવમાં હજુ પણ વધારા ઘટાડાની તેવી શક્યતા રાજકોટની સોની બજારના ઝવેરીઓ દર્શાવી રહ્યા છે.


રાજકોટની સોની બજારના ઝવેરીઓ તેમજ તજજ્ઞોના જણાવ્યા પ્રમાણેભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ, શેરબજારમાં આકર્ષક ઉછાળ અને ડોલર ઈન્ડેક્સમાં પણ નજીવા ઉછાળાના પગલે સોનાના ભાવમાં ધરખમ ઘટાડો નોંધવામાં આવ્યો છે. વૈશ્વિક ઉથલપાથલના કારણે એમસીએક્સમાં સોનાનો વાયદો  2500થી વધારે તૂટ્યો હતો. જેની અસર સ્થાનિક બજારમાં સોના પર જોવા મળી રહી છે. જેના કારણે સોનાના ભાવ ફરી એક વખત ગગડતા જોવા મળ્યા છે.


વર્તમાન વૈશ્વિક પરિબળોના પગલે સોનામાં હજુ પણ ફેરફારની શક્યતાઓને જો આમાં આવી રહી છે.  સોની બજારના તજજ્ઞોના જણાવ્યા પ્રમાણે ભારત-પાકિસ્તાન વચ્ચે સીઝફાયર, યુક્રેન-રશિયા પણ શાંતિ કરાર માટે સહમત થયા હોવાની સાથે જિઓ-પોલિટિકલ ક્રાઈસિસમાં ઘટાડો થયો છે. અમેરિકા અને ચીન પણ ટ્રેડવૉર મુદ્દે ઉકેલ લાવવા મંત્રણા કરવા તૈયાર થયું છે. જેથી બુલિયન માર્કેટમાં સોનાના ભાવ ગગડી રહ્યા છે.વૈશ્વિક સ્તરે સોનું 3, 400 ડોલરની સપાટી પર પહોંચ્યા બાદ ફરી એકવાર તૂટીને 3,276 ડોલર પ્રતિ ઔંસ નોંધવામાં આવ્યુ હતું. વૈશ્વિક સ્તરે પણ સોના-ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application