ભારતીય કોમોડિટી બજારમાં સોના અને ચાંદીના ભાવમાં આજે જોરદાર તેજીનો કરંટ જોવા મળ્યો છે. કારણ કે બંને કિંમતી ધાતુઓએ તેમના પાછલા બંધ ભાવથી મોટી છલાંગ લગાવી છે. એમસીએક્સ પર સોનાના ભાવમાં પ્રતિ દસ ગ્રામ રૂ.5,900નો ધરખમ વધારો નોંધાયો હતો. સોનું અગાઉ રૂ.1,53,809.00 પર બંધ થયું હતું, જે આજે રૂ.1,58,420.00 પર ખૂલ્યા બાદ રૂ.1,60,755.00ની સર્વોચ્ચ સપાટી સુધી પહોંચી ગયું હતું. હાલમાં સોનું 3.59 ટકાના ઉછાળા સાથે રૂ.1,59,330.00 પર ટ્રેડ થઈ રહ્યું છે.
બીજી તરફ, ચાંદીના ભાવમાં પણ તોફાની તેજી જોવા મળી છે. ચાંદી તેના પાછલા બંધ ભાવ રૂ.2,68,015.00 થી સીધી રૂ.2,78,015.00 પર ખૂલી હતી. હાલમાં ચાંદી 4.54ટકા ના વધારા સાથે રૂ.2,82,449.00 પર ટ્રેડ થઈ રહી છે. એટલેકે ચાંદીમાં 14,434નો વધારો જોવા મળ્યો છે.
બજારમાં જોવા મળી રહેલી આ જોરદાર લેવાલીને પગલે રોકાણકારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને કિંમતી ધાતુઓ સતત રેડઝોન સાથે મજબૂતી દર્શાવી રહી છે. વૈશ્વિક બજારમાં ડોલરની નબળાઈ અથવા આર્થિક અનિશ્ચિતતાને કારણે રોકાણકારો સોના-ચાંદી તરફ વળી રહ્યા હોય તેવું જણાય છે. બજારમાં અત્યારે ભારે લેવાલીનો દોર ચાલી રહ્યો છે, જેના કારણે ભાવ સતત નવી ઊંચાઈ બનાવી રહ્યા છે. ટૂંકા ગાળાના રોકાણકારો માટે આ સ્થિતિ નફાકારક સાબિત થઈ શકે છે.
બજારમાં છેલ્લા થોડા દિવસોથી જોવા મળી રહેલી જોરદાર લેવાલીને કારણે રોકાણકારોમાં નોંધપાત્ર ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને કિંમતી ધાતુઓ સોનું અને ચાંદી સતત મજબૂત વલણ દર્શાવી રહી છે અને અનેક સત્રોમાં નવી ઊંચાઈ સર કરી રહી છે. વૈશ્વિક સ્તરે ડોલરની નબળાઈ, ભૂ-રાજકીય તણાવ અને આર્થિક અનિશ્ચિતતાના સંકેતો વચ્ચે રોકાણકારો સુરક્ષિત રોકાણ વિકલ્પ તરીકે કિંમતી ધાતુઓ તરફ વળી રહ્યા હોવાનું બજાર વિશ્લેષકો માની રહ્યા છે.
આંતરરાષ્ટ્રીય બજારોમાં ચાલી રહેલી અસ્થિરતા, વ્યાજદરમાં ભવિષ્યમાં શક્ય ફેરફારો અને મોંઘવારી અંગેની ચિંતાઓએ પણ સોનાં-ચાંદીની માંગ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. જ્યારે શેરબજારમાં ઊથલપાથલ જોવા મળે છે ત્યારે મોટા રોકાણકારો અને ફંડ હાઉસિસ પોતાનું મૂડીરોકાણ જોખમ ઓછું કરવા માટે કિંમતી ધાતુઓમાં હિસ્સો વધારે છે. હાલની પરિસ્થિતિ પણ તે જ દિશામાં સંકેત આપે છે.
સ્થાનિક બજારમાં પણ તેની સીધી અસર જોવા મળી રહી છે. જ્વેલર્સ અને બુલિયન માર્કેટમાં ખરીદીનો પ્રવાહ તેજ બન્યો છે. તહેવારો અને લગ્ન સીઝનની નજીકતા પણ માંગને ટેકો આપી રહી છે. વેપારીઓના જણાવ્યા મુજબ, રિટેલ અને હોલસેલ બંને સેગમેન્ટમાં લેવાલી સક્રિય છે, જેના કારણે ભાવોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે.