ગોંડલ: ઓરિયા તળાવમાં ડૂબી જવાથી એક જ પરિવારના ત્રણ માસૂમ બાળકોનાં મોત
ગોંડલ: ઓરિયા તળાવમાં ડૂબી જવાથી એક જ પરિવારના ત્રણ માસૂમ બાળકોનાં મોત
June 06, 2026 11:17 AM
ગોંડલ તાલુકામાંથી એક અત્યતં હૃદયદ્રાવક અને કમકમાટીભરી ઘટના સામે આવી છે. શેમળા ગામમાં આવેલા ઓરિયા તળાવમાં રમતા–રમતા ડૂબી જવાથી ત્રણ માસૂમ બાળકોના મોત નીપયા છે, યારે એક બાળકની હાલત અત્યતં ગંભીર છે. આ તમામ બાળકો એક જ પરિવારના હોવાથી શ્રમજીવી પરિવાર પર આભ તૂટી પડું છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ગોંડલ તાલુકાના શેમળા ગામમાં ખેડૂત જાડેજા નિભા હકુભાની વાડીમાં એક શ્રમજીવી પરિવાર મજૂરીકામ કરી રહ્યો હતો. આ દરમિયાન વાડીથી માત્ર ૫૦૦ ફટ દૂર આવેલા ઓરિયા તળાવ પાસે બાળકો રમી રહ્યા હતા. રમતા–રમતા અચાનક જ બાળકો ઐંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ વાડી માલિક નિભા તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. પરિવારજનોએ ભારે જહેમત બાદ બાળકોને પાણીમાંથી બહાર કાઢા હતા અને સમયસૂચકતા વાપરીને ચારેય બાળકોને પ્રાઇવેટ કાર મારફતે ગોંડલની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે ખસેડા હતા. જોકે, કમનસીબે ત્યાં હાજર તબીબોએ ૩ બાળકોને મૃત જાહેર કર્યા હતા. ત્યારબાદ મૃતકોના દેહ અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત એક બાળકને ગોંડલ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. આ તમામ બાળકો એક જ પરિવારના (બનેવી કરશનભાઈ અને તેમના સાળાના) સંતાનો હતા. જેમાં કરશનભાઈના બે અને તેમના સાળાના એક બાળકનું મોત થયું છે. જેમાં અર્જુન ભુરાભાઈ બબેરીયા (ઉંમર: ૬ વર્ષ), લખત કરશનભાઇ ડામોર (ઉંમર: ૬ વર્ષ) અને લમી કરશનભાઇ ડામોર (ઉંમર: ૩ વર્ષ) અને સાહિલ ભુરાભાઈ બબેરીયા (ઉંમર: ૩ વર્ષ) હાલત ગંભીર હોવાથી વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યો છે. આ ગોઝારી ઘટના સમયે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે સેવાકીય પ્રવૃત્તિ ચલાવતા શિવમ સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ દિનેશભાઈ માધડ, ગીરીશભાઈ ગોહેલ અને વ્યાજબીભાઈએ શોકાતુર પરિવારને ભારે મદદ પૂરી પાડી હતી. દુર્ઘટનાના સમાચાર વાયુવેગે પ્રસરતા રાજકીય આગેવાનો પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા. જેમાં યુવા અગ્રણી ગણેશભાઈ જાડેજા, તાલુકા પંચાયત પ્રમુખ ભરતભાઈ ઢોલરીયા, કારોબારી ચેરમેન સહદેવસિંહ જાડેજા અને તાલુકા ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ ઠૂંમર સહિતના ભાજપના અગ્રણીઓએ હાજર રહીને શોકાતુર પરિવારને હૈયાધારણ અને સાંત્વના પાઠવી હતી