BREAKING NEWS

અમિત ખૂંટ આપઘાત કેસઃ રાજદીપસિંહ જાડેજાના રિમાન્ડ પૂર્ણ થતા જુનાગઢ જેલ હવાલે કરવા ગોંડલ કોર્ટનો હુકમ

  • November 13, 2025 06:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગોંડલના રીબડા ગામે અમિત ખૂંટ નામના પાટીદાર યુવકે સુસાઈડ નોટ લખી આપઘાત કરી લીધો હતો. સુસાઈડ નોટમાં રીબડાના રાજદીપસિંહ જાડેજાના નામનો ઉલ્લેખ હતો. જેને લઈને રાજદીપસિંહ જાડેજાએ 10 નવેમ્બરે મોડી રાત્રે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કર્યું હતું. તપાસનીશ અધિકારીએ એ.ડી.પરમારે કબ્જો લઈ પ્રાથમિક પુછપરછ કરી હતી. પૂછપરછ દરમ્યાન અમિત ખૂંટ આપઘાત પ્રકરણમાં મને ખોટી રીતે સંડોવાયો હોવાની તેનણે વિગતો આપી હતી. 


અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં જેતપુર પીઆઈએ કબ્જો મેળવી ૧૦ દિવસના રિમાન્ડ અર્થે ગોંડલ કોર્ટ સમક્ષ રજૂ કરતા કોર્ટે આજે સાંજના ૪ વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. રાજદિપસિંહ જાડેજાના રિમાન્ડ પૂર્ણ થતાં અમરેલી તથા જુનાગઢ જેલમાં મોકલી આપવાની કોર્ટમાં કરી અરજી હતી. આથી કોર્ટે રાજદીપસિંહને જુનાગઢ જેલ હવાલે કરવા હુકમ કર્યો છે. રીબડા પેટ્રોલ પંપ ફાયરિંગ પ્રકરણના આરોપી ગોંડલ તેમજ રાજકોટ જેલમાં હોવાનો અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. અરજીને ધ્યાનમાં રાખી રાજદિપસિંહ જાડેજાને જુનાગઢ જેલ હવાલે કરવાનો ગોંડલ કોર્ટે હુકમ કર્યો હતો.​​​​​​​

શું છે સમગ્ર કેસ?

મે મહિનામાં અમિત ખુંટે પોતાની સામે દુષ્કર્મનો કેસ નોંધાયાના બે દિવસમાં આત્મહત્યા કરી હતી. ત્યાર બાદ કુલ ચાર પાનાની સુસાઇડ નોટ મળી આવી હતી. અમિત ખુંટ પાસેથી મળેલી સુસાઇડ નોટના પહેલાં બે પાના પર વિસ્તૃત લખાણ હતું. જેમાં તેમણે ઘણા ગંભીર આરોપ અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમના દીકરા રાજદીપસિંહ જાડેજા લગાવ્યા હતા. જ્યારે ત્રીજા પાને પોતાના પરિવારજનોનો કોન્ટેક્ટ નંબર લખ્યા હતા. તેમજ અન્ય એક કાગળના ટુકડા પર મોટા અક્ષરે અનિરુદ્ધસિંહ, રાજદીપસિંહ અને સગીરાના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને લખ્યું હતું કે, ‘હું આ લોકોના ત્રાસથી મરું છું.’



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application