BREAKING NEWS

અદાણીની મદદથી ગૂગલ ભારતમાં એશિયાનું સૌથી મોટું ડેટા સેન્ટર બનાવશે

  • April 06, 2026 05:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લગભગ છ મહિના પહેલા, વિશાળ આઈટી કંપની ગૂગલ અને આંધ્રપ્રદેશ સરકાર ડેટા સેન્ટર હબ બનાવવા માટે કરાર પર પહોંચ્યા હતા. હવે, ગૂગલ 28 એપ્રિલે આ પ્રોજેક્ટ ઔપચારિક રીતે શરૂ કરશે. 1 ગીગા વોટ ગૂગલ ડેટા સેન્ટર હબના શિલાન્યાસ પ્રસંગે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુ અને થોમસ કુરિયન સહિત કંપનીના ટોચના અધિકારીઓ હાજર રહેશે.સિદ્ધિની વાત એ છે કે આ માટે ગુગલ અદાણીની મદદ લેશે અને તેના પગલે દેશમાં સૌથી મોટું સિંગલ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ આવશે. અહી જણાવી દઈએ કે આ ગુગલનો એક મોટો પ્રોજેક્ટ છે, જે 15 બિલિયન ડોલર એટલે કે 1.40 લાખ કરોડ રૂપિયાનું રોકાણ થવા જઈ રહ્યું છે. આ પ્રોજેક્ટમાં વિશાખાપટ્ટનમ નજીક ત્રણ ડેટા સેન્ટર કેમ્પસનો સમાવેશ થશે.


ત્રણ ડેટા સેન્ટર માટે વિશાળ જમીનની ફાળવણી

આકાર પામી રહેલા આ અત્યંત મહત્વના પ્રોજેક્ટ માટે જમીનની ફાળવણી કરી દેવામાં આવી છે .અદાવિવરમ ગામ (વિશાખાપટ્ટનમ જિલ્લો),તારલુવાડા ગામ (વિશાખાપટ્ટનમ જિલ્લો) અને રામબિલી (અનાકાપલ્લી જિલ્લો)માં આ ડેટા સેન્ટર બનશે.

આ પ્રોજેક્ટ માટે જમીન ખરીદવાની જવાબદારી ગુગલની પેટાકંપની રાયડેન ઇન્ફોટેક ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડને સોંપવામાં આવી છે, જે પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. ઔપચારિક લોન્ચ તારલુવાડામાં અથવા રામબિલી સાઇટ પર થશે.રાજ્ય સરકારે રામબિલીમાં 174.8 એકર, અદાવિવરમ અને મુડાસરલોવામાં 160 એકર અને તારલુવાડામાં 266.6 એકર જમીન ફાળવી છે.


જુલાઈ 2028 સુધીમાં ત્રણ ડેટા સેન્ટર કાર્યરત થવાની ધારણા

જુલાઈ 2028 સુધીમાં 1 ગીગા વોટની કુલ ક્ષમતાવાળા ત્રણ ડેટા સેન્ટર કાર્યરત થવાની ધારણા છે. આ ત્રણ હાઇ-એન્ડ ડેટા સેન્ટરમાં ત્રણ હાઇ-કેપેસિટી સબમરીન કેબલ, ડેડિકેટેડ કેબલ લેન્ડિંગ સ્ટેશન, હાઇ-કેપેસિટી મેટ્રો ફાઇબર લાઇન અને ટેલિકોમ્યુનિકેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ઇન્સ્ટોલેશન અને ડિપ્લોયમેન્ટ શામેલ હશે. આજની તારીખે, ગૂગલ અને તેની પેટાકંપનીઓ 11 દેશોમાં ડેટા સેન્ટર ધરાવે છે, જે 29 સ્થળોએ ફેલાયેલા છે. આ દેશોમાં યુનાઇટેડ સ્ટેટ્સ, તાઇવાન, જાપાન, સિંગાપોર, આયર્લેન્ડ, નેધરલેન્ડ, ડેનમાર્ક, ફિનલેન્ડ, જર્મની, બેલ્જિયમ અને ચિલીનો સમાવેશ થાય છે.


વિશાખાપટ્ટનમમાં ડેટા સેન્ટર ક્લસ્ટર એશિયામાં સૌથી મોટું હશે

ડેટા સેન્ટર હબ સ્થાપિત કરવા માટે રાયડેને અદાણી ઇન્ફ્રા સાથે ભાગીદારી કરી છે. અદાણી ઇન્ફ્રાએ પ્રોજેક્ટ માટે સ્પેશિયલ પર્પઝ વ્હીકલ્સ બનાવ્યા છે. આ ત્રણ સ્થળોએ જમીન વિઝાગ હાઇપરસ્કેલ ડેટા સેન્ટર પાર્ક લિમિટેડ (અદાવિવરમ અને મુડાસરલોવામાં 160 એકર), વિઝાગ મેગા ડેટા સેન્ટર પાર્ક લિમિટેડ (તારલુવાડામાં 266.6 એકર) અને વિઝાગ રામબિલી ડેટા સેન્ટર પાર્ક લિમિટેડ (રામબિલીમાં 174.8 એકર) ને ફાળવવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application