રાજકોટમાં વાઇબ્રન્ટ પૂર્વે એક્સપોર્ટર્સ માટે વ્યાજ માફીની સ્કિમ જાહેર કરતી સરકાર
રાજકોટમાં વાઇબ્રન્ટ પૂર્વે એક્સપોર્ટર્સ માટે વ્યાજ માફીની સ્કિમ જાહેર કરતી સરકાર
January 03, 2026 02:16 PM
રાજકોટમાં યોજાનારી રિજનલ વાઇબ્રન્ટ કોન્ફરન્સ પૂર્વે એમ.એસ.એમ.ઇ.સેક્ટરના ઉદ્યોગકારો અને નિકાસકારો માટે વ્યાજ માફીની સ્કિમ જાહેર કરાઇ છે.
કેન્દ્ર સરકાર દ્વારા એમ.એસ.એમ.ઇ. ઉત્પાદક નિકાસકારો માટે નિકાસના પ્રિ અને પોસ્ટ શિપમેન્ટ ૫૨ ઇન્ટ્રેસ્ટ ઇક્વિલાઇઝેશન સ્કિમ જાહેર કરવામાં આવી હતી જે અંતર્ગત નિકાસકારો દ્વા૨ા ક૨વામાં આવેલ પ્રી અને પોસ્ટ શીપમેન્ટ નિકાસ માટે લેવાયેલ લોન અંતર્ગત વ્યાજ સહાય ચુકવવામાં આવે છે. આ સ્કિમ તા.૩૧-૧૨-૨૦૨૪ ના રોજ પુરી થઈ હતી. ત્યા૨બાદ આ સ્કીમની સમય મર્યાદા વધા૨વામાં આવેલ ન હતી અને તા.૧-૧-૨૦૨૫ થી આ સ્કિમ સ્થગીત થઈ ગયેલ હોવાથી નિકાસકારોને ખુબ જ મુશ્કેલીઓ પડી રહી હતી.ત્યારે નિકાસકારોને ભોગવવી પડતી મુશ્કેલીઓ અને વૈશ્વીક પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને રાજકોટ ચેમ્બ૨ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના ઉપપ્રમુખ પાર્થભાઈ ગણાત્રા દ્વારા કેન્દ્રીય વાણિજય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયેલજીને છેલ્લા એક વર્ષથી ઇન્ટ્રેસ્ટ ઇક્વિલાઈઝેશન સ્કિમ ફરીથી શરૂ કરવા રજુઆતો ક૨વામાં આવી રહી હતી. આમ આ રજુઆતને સફળતા મળેલ છે અને સ૨કા૨ દ્વારા આ સ્કિમને ફ૨થી શરૂ કરવામાં આવેલ છે અને તેની સમય મર્યાદા નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬થી લઈને વર્ષ ૨૦૩૦-૩૧ સુધીની ૨હેશે તેમજ આ અંગેની સંપુર્ણ માહિતી સાથેની ગાઈડ લાઈન રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા ટુંક સમયમાં બહાર પાડવામાં આવશે. આ સ્કિમનું ફરીથી અમલીકરણ થવાથી નિકાસકારોને ખુબ જ ફાયદો થશે. આમ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની રજુઆત માન્ય રાખી ઇન્ટ્રેસ્ટ ઇક્વિલાઈઝેશન સ્કિમ ફરીથી શરૂ ક૨વા બદલ કેન્દ્રીય વાણિજય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયેલનો રાજકોટ ચેમ્બર દ્વારા આભાર વ્યકત કરાયો છે.