BREAKING NEWS

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નોકરી કરવાની તક, 72 ખાલી જગ્યા ભરવા સરકારની મંજૂરી, બે તબક્કામાં પરીક્ષા લેવાશે

  • December 22, 2025 11:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં લાંબા સમયથી ખાલી પડેલી મહત્વની જગ્યાઓ ભરવા માટે અવારનવાર સરકારમાં રજૂઆત કર્યા પછી આખરે સરકારે તેને મંજૂરી આપી છે અને 72 ખાલી જગ્યા ભરવા માટેની યુનિવર્સિટીએ જાહેરાત પણ કરી દીધી છે.


સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલી સત્તાવાર જાહેરાત મુજબ સરકારે મંજૂર કરેલી 72 જગ્યામાં આજથી ઓનલાઇન અરજી કરી શકાશે અને તે 11 જાન્યુઆરીના મધરાત સુધી થઈ શકશે.


સરકારે જે જગ્યાઓ મંજુર કરી છે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ભરતી માટેની જાહેરાત કરી છે તેમાં કોમ્પ્યુટર સેન્ટરના સિસ્ટમ મેનેજર, ડેપ્યુટી રજીસ્ટાર,ઓડિટર, વિદ્યાર્થી કલ્યાણ અધિકારી, આસિસ્ટન્ટ રજીસ્ટાર,પબ્લિકેશન ઓફિસર, કોમ્પ્યુટર સેન્ટરના સિસ્ટમ પ્રોગ્રામર, સિસ્ટમ એનાલિસ્ટ, સિવિલ ડેપ્યુટી એન્જિનિયર, એટલેટીક્સ કોચ, લાઇબ્રેરીના ટેકનિકલ આસિસ્ટન્ટ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયર, ટેકનિકલ આસિસ્ટન્ટ સિવિલ, સુપરવાઇઝર બાયોસાયન્સ માટેના ફિલ્ડ કલેકટર, ફિઝિક્સ અને ફાર્મસી ડિપાર્ટમેન્ટ માટે લેબોરેટરી ટેકનિશિયન જેવી જગ્યાઓનો સમાવેશ થાય છે.


આસિસ્ટન્ટ ક્લાર્ક કમ ડેટા એન્ટી ઓપરેટરની 26 જગ્યાઓ ભરવામાં આવશે. આ 26 જગ્યામાં શેડ્યુલ કાસ્ટની એક, શેડ્યુલ ટ્રાઇબની એક, એસીબીસીની બે, ઇડબલ્યુએસની એક બેઠક અનામત રાખવામાં આવી છે. અરજીની સાથે રૂપિયા 1,000 ની ફી જનરલ કેટેગરીના ઉમેદવારો માટે અને રૂપિયા 750 ની ફી અનામત કેટેગરીના ઉમેદવારો માટે નક્કી કરવામાં આવી છે. ઓનલાઇન અરજી કર્યા પછી અસલ પ્રમાણપત્રનું વેરિફિકેશન તારીખ 16 જાન્યુઆરી સુધીમાં ઓફિસના કામકાજના કલાકો દરમિયાન કરાવવાનું રહેશે.

અરજીઓ સ્વીકારવાની કામગીરી કર્યા પછી યુનિવર્સિટી દ્વારા એક એક્ઝામિનેશન 'એ' અને એક્ઝામીનેશન 'બી' એમ બે પરીક્ષાઓ લેવામાં આવશે અને તેની તારીખ સમય સ્થળ ની જાહેરાત આગામી દિવસોમાં કરવામાં આવશે. એક થી વધુ જગ્યા માટે અરજી કરનાર અરજદારે તમામ જગ્યા માટેના પ્રમાણપત્રો દરેક અરજીમાં સાથે સબમીટ કરવાના રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application