2023ના ઓગસ્ટ માસથી 4 મહિનાના અપવાદને બાદ કરતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા 15 વર્ષથી ખાલી પડેલી રજીસ્ટ્રારની જગ્યા ભરવા માટે રાજ્ય સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી મંજૂરી માંગવામાં આવી હતી. સરકાર તરફથી આવી મંજૂરી મળી ગઈ હોવાનું જાણવા મળે છે. જોકે અત્યારે તો નવી મંજૂરી મળી ગયા પછી ઇન્ટરવ્યૂ અને નિમણૂક સુધીની પ્રક્રિયાના વચ્ચેના સમયગાળામાં ઇન્ચાર્જ રજીસ્ટ્રાર તરીકે કોને જવાબદારી સોંપવી? તે મુદ્દે ભારે ધમાસાણ ચાલી રહ્યું છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જૂન 2011 મા કાયમી રજીસ્ટ્રારની જગ્યા ખાલી પડી જતી હતી અને બાર વર્ષ પછી એટલે કે ઓગસ્ટ 2023 માં કાયમી રજીસ્ટર માટેના ઇન્ટરવ્યૂ ગોઠવી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના સેક્રેટરી હરીશભાઈ રૂપારેલીયાને પસંદ કરવામાં આવ્યા હતા. પરંતુ માત્ર ચાર મહિના યુનિવર્સિટીમાં નોકરી કર્યા પછી તેમણે પણ રાજીનામું આપી દીધું હતું અને મહાનગરપાલિકામાં પરત ફર્યા હતા. આમ 4 મહિનાના અપવાદને બાદ કરતા 2011 જૂનથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાયમી રજીસ્ટ્રારની જગ્યા ખાલી પડી છે, અધૂરામાં પૂરું વર્ષોથી ઇન્ચાર્જ રજીસ્ટ્રારની જવાબદારી સંભાળતા રમેશભાઈ પરમારની પસંદગી જુનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં કાયમી રજીસ્ટર તરીકે થતા હવે તો ઇન્ચાર્જ રજીસ્ટ્રારની જગ્યા પણ ખાલી પડી છે અને આ જગ્યા પર કોને મુકવા ? તેનો નિર્ણય ટૂંક સમયમાં લેવામાં આવશે. અત્યારે આ જગ્યા માટે ડેપ્યુટી રજીસ્ટ્રાર મનીષભાઈ ધામેચાનું નામ બોલાઈ રહ્યું છે.
1968 માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ની સ્થાપના થઈ છે અને અત્યાર સુધીમાં 12 કાયમી રજીસ્ટ્રારો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને મળ્યા છે. જૂન 2011 થી આ જગ્યા ખાલી પડી છે ખાલી પડેલી કાયમી રજીસ્ટ્રાર ની જગ્યા ભરવા માટે અરજીઓ માગવામાં આવી હતી આવેલી અરજીઓ પૈકી કેટલા ઉમેદવારો લાયક છે અને કેટલા ઉમેદવારો લાયક નથી ? તેનું લિસ્ટ થોડા સમયમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવશે અને ત્યાર પછી દિવાળીના તહેવારો બાદ ઇન્ટરવ્યૂ અને નિમણૂક સહિતની પ્રક્રિયા હાથ ધરવામાં આવે તેવું લાગે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application