ગુજરાત સરકારે રાયમાં જમીન–મિલકતોના બજાર મૂલ્ય (જંત્રી)ને વૈજ્ઞાનિક અને પારદર્શક ઢબે પુન:મૂલ્યાંકન કરીને નવી જંત્રી આગામી જાન્યુઆરી માસથી લાગુ કરવાની તૈયારીઓ હાથ ધરી છે. આ નિર્ણયથી રાયના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં મોટી અસર જોવા મળશે અને સરકારની તિજોરીને પણ ફાયદો થવાની અપેક્ષા છે.
રાયના મહેસૂલ વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, રાયના વિવિધ વિસ્તારોમાં જમીન અને મિલકતોના વાસ્તવિક બજારભાવોના સચોટ આંકલન માટે એક વિશેષ કમિટીની રચના કરવામાં આવી હતી. આ કમિટીએ ડેટા એનાલિસિસ, સ્થળ નિરીક્ષણ અને બજારના ટ્રેન્ડના આધારે વૈજ્ઞાનિક પદ્ધતિથી નવી જંત્રી દરો નક્કી કર્યા છે. આ દરો હાલના બજાર મૂલ્યની વધુ નજીક હશે, જેથી જમીન–મિલકતની લે–વેચમાં પારદર્શિતા વધશે.
વર્તમાન જંત્રી દરો છેલ્લા ઘણા વર્ષેાથી અમલમાં છે, જેના કારણે અનેક જગ્યાએ સરકારી દર અને ખાનગી બજારભાવ વચ્ચે મોટો તફાવત જોવા મળતો હતો. નવી જંત્રી લાગુ થતાં આ તફાવત ઘટશે અને રાયની તિજોરીને સ્ટેમ્પ ડુટી અને રજિસ્ટ્રેશન ફીના સ્વપમાં વધુ આવક મળશે. સરકારનું માનવું છે કે આ પગલું બ્લેક મનીના વ્યવહારોને પણ નિયંત્રિત કરવામાં મદદ કરશે.
સરકાર પારદર્શક વહીવટ માટે કટિબદ્ધ છે. નવી જંત્રી વૈજ્ઞાનિક પદ્ધતિથી તૈયાર કરવામાં આવી છે, જે રાયના વિકાસ માટે અનિવાર્ય છે. જો જાન્યુઆરીથી તેનો અમલ શ થશે, જેનાથી સામાન્ય નાગરિકોને પણ તેમની મિલકતનું યોગ્ય મૂલ્ય મળશે.
ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ફેબ્રુઆરીના બીજા સાહમાં મળે તેવી શકયતા છે તે અગાઉ રાય સરકાર દ્રારા મિલકતો પર વૈજ્ઞાનિક જંત્રીનો અમલ શ કરાશે જેના કારણે રાયના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં જમીન મિલકતના જંત્રી ભાવમાં વધઘટ થશે.
ગુજરાતમાં વર્ષ ૨૦૦૬ માં નવી જંત્રીના દર નક્કી કરવામાં આવ્યા હતા અને સર્વે કરાવ્યો હતો વર્ષ ૨૦૦૮માં તેનો અમલ કરવાની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ તેના દરમાં ભારે વધારો હોવાના કારણે મોટાપાયે વિરોધ થયો હતો. જમીન મિલકતો મોંઘી દાટ થઈ હતી એટલે સરકારે તેમાં સુધારો કરને રાયમાં ૧૮મી એપ્રિલ ૨૦૧૧થી નવી જંત્રીનો અમલ કરવા માટેનું નિર્ણય કર્યેા હતો.
લગભગ ૧૨ વર્ષ પછી આ જંત્રીમાં સુધારો કરવા માટેની તૈયારી સરકારે કરી હતી ૧૩મી એપ્રિલ ૨૦૨૩થી નવી જંત્રી નો અમલ થાય તે માટે સરકારે જાહેરાત કરી પરંતુ બિલ્ડર એસોસિએશન વિવિધ વર્ગના લોકો ગાહેડ તેમજ ક્રેડાઈ જેવી સંસ્થાએ વિરોધનો સ્વપે કરતા ફરી એકવાર આ બમણા દરવાળી નવી જંત્રીનો અમલ રોક લગાવવામાં આવ્યો હતો એક ઠરાવ દ્રારા ૨૦ મી નવેમ્બર ૨૦૨૪ના
(અનુ. સાતમા પાને)જાન્યુઆરીથી નવી જંત્રી
(પહેલા પાનાનું ચાલુ)
રોજ મુસદ્દો જંત્રીની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી હતી અને વાંધા સૂચનો મંગાવવામાં આવ્યા હતા. જેના આધારે આવતા દિવસોમાં નવી જંત્રીનો અમલ કરવામાં આવશે.
મહેસુલ વિભાગના સત્તાવાર સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર જાન્યુઆરી ૨૦૨૬ ના અતં સુધીમાં નવી જંત્રીનો અમલ શ કરી દેવાશે ફેબ્રુઆરી ૨૦૨૬ ના મધ્યમાં સરકારના બજેટ સત્ર પૂર્વે અમલ કરાશે.
જોકે, રિયલ એસ્ટેટ ક્ષેત્રના કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે જંત્રીના દરોમાં એકાએક મોટો વધારો થતાં શઆતના તબક્કામાં મિલકતના વેચાણમાં થોડોક ઘટાડો આવી શકે છે. પરંતુ લાંબા ગાળે આ નિર્ણય સકારાત્મક અસર કરશે. સરકાર ટૂંક સમયમાં જ નવી જંત્રીના દરો અને તેના અમલ અંગે વિગતવાર જાહેરાત કરશે. આ સમાચાર રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા તમામ પક્ષો માટે મહત્ત્વપૂર્ણ સાબિત થશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application