BREAKING NEWS

આઈપીએસ વાય પુરણ આપઘાત કેસમાં સરકારે ડીજીપીને લાંબી રજા પર ઉતાર્યા

  • October 14, 2025 11:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
હરિયાણાના આઈપીએસ વાય પુરણ આત્મહત્યા કેસમાં રોજ નવા વળાંક આવી રહ્યા છે.આઈપીએસ અધિકારીએ આપઘાત કરી લીધાના સાત દિવસ પછી, નાયબ સૈની સરકારે હરિયાણાના ડીજીપી શત્રુજીત કપૂરને રજા પર મોકલી દીધા છે. રોહતકના એસપી નરેન્દ્ર બિજરનિયાની પહેલાથી જ બદલી કરવામાં આવી છે. આજે વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન ચંદીગઢની મુલાકાતે છે. બંને નેતાઓ આઈપીએસ અધિકારી વાયના પરિવાર સાથે મુલાકાત કરશે. હરિયાણાના ડીજીપીને પહેલાથી જ રજા પર ઉતારી દેવામાં આવ્યા છે.

હરિયાણાના ડીજીપીને રજા પર ઉતારવાનો નિર્ણય સોમવારે મોડી રાત્રે લેવામાં આવ્યો હતો.અહેવાલ છે કે અધિકારીનીઆત્મહત્યા કેસ બાદ, નાયબ સિંહ સૈની સરકાર પર હરિયાણા ડીજીપીને દૂર કરવા માટે દબાણ વધી રહ્યું હતું. પરિણામે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત પહેલા ડીજીપીને રજા પર ઉતારી દેવામાં આવ્યા હતા.

નાયબ સિંહ સૈની સરકારના એક વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે હરિયાણાના સોનીપતમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી જનતાને સંબોધિત કરવાના હતા. મોદી અહીં "જન વિશ્વાસ - જન વિકાસ" રેલીમાં હાજરી આપવાના હતા. જોકે, આઈપીએસ આત્મહત્યા કેસને લઈને વધી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને, મોદીની મુલાકાત પણ રદ કરવામાં આવી છે.આઈપીએસ વાય. પુરણ અને તેમના પરિવાર માટે ન્યાયની માંગણી કરતા અનેક દલિત સંગઠનોએ એકઠા થઈને મહાપંચાયત બોલાવી. ન્યાયની માંગ કરતા, સંગઠનોએ સરકારને 48 કલાકમાં કાર્યવાહી કરવા વિનંતી કરી. આ 48 કલાક મંગળવાર (14 ઓક્ટોબર) ના રોજ સમાપ્ત થઈ રહ્યા છે.હવે આજના ઘટના ક્રમ પર સહુની મીટ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application