વીરનગરમાં ખાટલેથી પટકાયેલા ગ્રામ પંચાયત સદસ્યનું મૃત્યુ
વીરનગરમાં ખાટલેથી પટકાયેલા ગ્રામ પંચાયત સદસ્યનું મૃત્યુ
May 15, 2026 06:26 AM
આટકોટ વિરનગરમાં રહેતાં ૩૫ વર્ષના યુવાનનું આંચકી આવ્યા બાદ ખાટલામાંથી પડી જતાં કપાળમાં ટેબલ લાગી જતાં ઇજા થવાથી મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે. જાણવા મળ્યા મુજબ વિરનગર ગામ પંચાયત નાં સદસ્ય નિલેષભાઇ ભોલાભાઇ વઘાસીયા (ઉ.વ.૩૫) નામના યુવાન ગઇકાલે બપોરે જમીને ખાટલામાં સુતા હતાં. એ વખતે બપોરે બે વાગ્યા આસપાસ અચાનક તેમને આંચકી આવતાં ખાટલામાંથી તેઓ પડી જતાં બાજુમાં જ ટેબલ રાખેલુ હોઇ તેનો ખુણો તેમને કપાળે લાગી જતાં ઇજા થતાં બેભાન જેવા થઇ ગયા હતાં. તેમને સારવાર માટે આટકોટની હોસ્પિટલમાં લઇ જવાયા હતાં. ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દતોં હોસ્પિટલ ચોકીના સ્ટાફે આટકોટ પોલીસન ંજાણ કરી હતી. મૃત્યુ પામનાર નિલેષભાઇ બે ભાઇ અને એક બહેનમાં નાના તથા અપરિણીત હતાં. તેઓ ખેતી કરી પરિવારને મદદપ થતાં હતાં