૩૦૦ કેન્દ્રો પરથી રવિવારથી મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે: કૃષિમંત્રી જીતુ વાઘાણી
૩૦૦ કેન્દ્રો પરથી રવિવારથી મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે: કૃષિમંત્રી જીતુ વાઘાણી
November 06, 2025 11:39 AM
રાયમાં કમોસમી વરસાદના લીધે ૪૨ લાખ હેકટરમાં ૧૬,૦૦૦ જેટલા ગામોમાં આ વરસાદથી નુકસાન થયું છે. ત્યારે મગફળીના પાકને ધ્યાને લઈ સરકાર ૯મી નવેમ્બરથી ટેકાના ભાવે ખરીદી કરશે. રાય સરકારના પ્રવકતા મંત્રી અને કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે મુખ્યમંત્રીએ મગફળી, અડદ, મગ અને સોયાબીનની ખરીદી માટે સાર્વજનિક રીતે ટેકાના ભાવની ખરીદીની જાહેરાત કરી હતી. ખેડૂતોને એસએમએસથી જાણકારી આપવામાં આવશે અને તે પ્રમાણે ખેડૂતો તેમનો જથ્થો પહોંચાડશે. કેન્દ્ર સરકારે ટેકાના ભાવના વધારામાં જાહેરાત કરી છે ત્યારે નિયમ પ્રમાણે ખરીદ કેન્દ્રો દ્રારા ખરીદી થશે અને જર પ્રમાણે સબ સેન્ટર પણ ખોલવામાં આવશે. ૧૨૫ મણ ખેડૂતની ખરીદી કરવાની સૂચના રાયની સરકારે આપી છે. કેન્દ્રનાં નિયમો મુજબ નિર્ણય લેવામાં આવ્યો છે અને સમગ્ર દેશમાં આ પ્રમાણે ખરીદી થઈ હતી. ભારત સરકારે મગફળીના ભાવ, મગના ભાવની ખરીદીમાં વધારો કર્યેા છે. ભારત સરકાર નિયમ પ્રમાણે ૨૫ % ની ખરીદીની જોગવાઈ છે. જેમાં રાય સરકાર દ્રારા એનાથી વધુ ખરીદી થાય એ પ્રમાણે સપ્રમાણમાં ખરીદી કરી શકાય એ પ્રમાણે સરકાર ખરીદી કરશે. યારે રાહત પેકેજ માટે સરકાર દ્રારા કોઈ જાહેરાત કરવામાં આવી નથી. ૭૨૬૩ . પ્રતિ કિવન્ટન કિંમતે મગફળી ખરીદી કરવામાં આવશે. ગત વર્ષે ૩.૫ લાખ ખેડૂતોની નોંધણી થઈ હતી, અને સરકાર ખેડૂતોની બજાર બહાર મદદ કરી હતી. નવમી નવેમ્બર થી ગુજરાત રાયના ૩૦૦ કેન્દ્રો પરથી ખરીદી શ કરવાની જાહેરાત રાયના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ કરી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે જર પડે વધારાના કેન્દ્રો પણ ખોલવામાં આવશે. મગફળીની ૭૨૬૩ મગની ૮૭૬૮ પિયા અડદની ૭૮૦૦ અને સોયાબીનની ૫,૩૨૮ પિયા પ્રતિ કિવન્ટલ ના ભાવે ખરીદી કરવામાં આવશે.