મગફળીની ટેકાના ભાવે આજથી શરૂ થનારી ખરીદીને બ્રેક: સરકાર
મગફળીની ટેકાના ભાવે આજથી શરૂ થનારી ખરીદીને બ્રેક: સરકાર
November 01, 2025 11:07 AM
કમોસમી વરસાદના કારણે રાયમાં ટેકાના ભાવે આજથી શ થતી ખરીદી સ્થગીત કરવામાં આવી છે. ઉપરાંત ટેકા ના ભાવે ખરીદીના મામલે સરકારના કૃષિ વિભાગ દ્રારા કેવો બેજવાબદાર વહીવટ ચલાવવામાં આવે છે તેની વિગતો બહાર આવી છે. રાયના કૃષિ વિભાગ દ્રારા ગઈકાલે કમોસમી વરસાદના કારણે ટેકાના ભાવે ખરીદી સ્થગિત કરવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે બીજી તરફ મગફળીની ખરીદી કરનાર નોડલ એજન્સી ગુજકોમ માસોલના ચેરમેન દિલીપ સંઘાણી એ કહ્યું હતું કે ટેકા ના ભાવથી ખરીદી કઈ તારીખે કરવાની છે તેની અમને સત્તાવાર જાણ કરવામાં આવી નથી. કૃષિ વિભાગે હાલ કમ મોસમી વરસાદને ધ્યાનમાં રાખતા નવેમ્બરના પ્રારંભથી જ ટેકાના ભાવે પાકની ખરીદી બધં રાખી તે મુદ્દો વિવાદ સર્જાયો છે ઓકટોબર મહિનામાં કૃષિ વિભાગે પરિપત્ર બહાર પાડી ગુજકોમાસોલ થકી ખરીદી કરવામાં આવશે તેમ જણાવ્યું છે જોકે ખરીદીના આગલા દિવસે બંને વચ્ચે કોઈ પણ પ્રકારનું સંકલન નહીં હોવાની સ્થિતિ સર્જાય છે. ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણીએ સ્પષ્ટ્ર કહ્યું છે કે અધિકૃત રીતે તેમને કોઈ પણ પ્રકારની જાણ કરવામાં આવી નથી તેમ છતાં જો સરકાર કહેશે તો અમાં નેટવર્ક ખૂબ વિશાળ છે આથી એક રાતમાં ખરીદીની વ્યવસ્થા કરી દેવાશે ગુજરાત સરકારે મગફળીની ઉપજ થાય છે તેવા બાવીસ જિલ્લા અમને ફાળવ્યા છે તેમાંથી નવ જિલ્લામાં મહત્તમ મગફળીની ઉપજ થાય છે કઈ તારીખથી કેટલી ખરીદી કરવી તેની એમને સૂચના અપાશે તે રીતે કામગીરી
કરવામાં આવશે હાલ કમોસમી વરસાદ ચાલી રહ્યો છે અને કૃષિ વિભાગના અધિકારીઓ સર્વેની કામગીરીમાં વ્યસ્ત હોય એમ પણ તેમણે જણાવ્યું હતું. કૃષિ વિભાગના સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર ૯.૩૨ લાખ ખેડૂતોએ મગફળીની ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે ખેડૂતોએ પહેલી નવેમ્બરથી મગફળી વેચવા માટે માર્કેટ યાર્ડમાં જવાની તૈયારી કરી હતી પરંતુ હાલ વરસાદના કારણે અનેક ખેડૂતોની મગફળીના પાકને મોટા પાયે નુકસાન થવા પામ્યું છે અનેક ખેડૂતોએ તેને સુરક્ષિત પણ કરી દીધી છે મગફળીનો પાક બગડે તે પહેલા તેને આપી દેવા માટે ખેડૂતો ઉત્સુક છે પરંતુ કમોસમી વરસાદના કારણે ગઈકાલે સાંજે રાયના કૃષિ વિભાગ દ્રારા આ ખરીદી સ્થગિત કરવામાં આવી હોવાનો નિર્ણય જાહેર કર્યેા છે.