ગુજરાતના આર્મી જવાનની ચાલુ ટ્રેનમાં હત્યા થતા ખળભળાટ મચી ગયો છે. બિકાનેરમાં આ ઘટના બની હતી. આર્મી જવાને કોચ એટેન્ડેન્ટ પાસે ચાદર માગતા ઝઘડો થયો હતો. બાદમાં કોચ એટેન્ડેન્ટે આર્મી જવાનને છરીના ઘા ઝીંકી દીધા હતા અને તેની હત્યા નીપજાવી હતી.
મળતી માહિતી મુજબ, વડગામના ગીડાસણના જીગ્નેશ ચૌધરી આર્મી જવાન હતા અને તેઓ જમ્મુના ઉધમપુરમાં ફરજ બજાવતા હતા. જીજ્ઞેશ ચૌધરી પોતાની ફરજ પરથી વતનમાં આવવા નિકળ્યા હતા. દરમિયાન ટ્રેનમાં ચાદર માગવા મુદ્દે જીજ્ઞેશ ચૌધરી અને કોચ એટેન્ડેન્ટ જુબેર મેમણ વચ્ચે તકરાર થઇ હતી. ટ્રેન બિકાનેર પહોંચી ત્યારે બંને વચ્ચે ચાદર મુદ્દે ઝઘડો થયો હતો. સામાન્ય મુદ્દા પર થયેલા ઝઘડામાં કોચ એટેન્ડટેન્ટ જુબેર મેમણે આર્મી જવાનને છરીના ઘા ઝીંક્યા હતા તેથી જીજ્ઞેશ ચૌધરી ઢળી પડ્યા હતા
હત્યારા તાત્કાલિક ધરપકડ
સામાન્ય મુદ્દે જુબેર મેમણે જીજ્ઞેશ ચૌધરીની હત્યા કરતા કોચમાં ગભરાટ ફેલાઇ ગયો હતો. ઘટનાની જાણ થતાં રેપિડ એક્શન ફોર્સ અને જીઆરપી પોલીસ તુરંત જ કોચમાં પહોંચી હતી અને હત્યારા જુબેરની તાત્કાલીક ધરપકડ કરી હતી. જીજ્ઞેશ ચૌધરીના મૃતદેહનું આજે પીએમ કરાયા બાદ તેમના મૃતદેહને માદરે વતન લવાશે અને આવતીકાલે શહીદ જવાનના વતનમાં અંતિમ સંસ્કાર કરાશે. બનાવના પગલે સમગ્ર પંથકમાં શોકની લહેર ફરી વળી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application