ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તારીખ 28 ના રોજ ટેલેન્ટ સર્ચ ટેસ્ટ (પ્રખરતા શોધ પરીક્ષા) દર વર્ષે લેવામાં આવતી હોય છે અને તેમાં ઉત્તીર્ણ થતા વિદ્યાર્થીઓને સરકારી સ્કોલરશીપ આપવામાં આવતી હોય છે. સરકારી શાળાના વિદ્યાર્થીઓને આ પરીક્ષામાં ફી ભરવા માટે મુક્તિ આપવામાં આવી છે. પરંતુ અન્ય વિદ્યાર્થીઓએ ફી ભરવી પડે છે. એક્ઝામ માટે તારીખ 15 થી 30 નવેમ્બર 2025 દરમિયાન ઓનલાઇન આવેદનપત્રો સ્વીકારવામાં આવ્યા હતા. નિયત સમય મર્યાદા પછી પણ ઘણા વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શક્યા નથી તેવી શાળા કક્ષાએથી રજૂઆત થયા પછી ફોર્મ ભરવાની મુદતમાં વધારો કરીને 12 ડિસેમ્બર 2025 સુધી રાખવામાં આવી હતી.
ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂરી થયા પછી હવે હોલ ટિકિટ ડાઉનલોડ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઈટ પરથી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકાશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સચિવ આર.આર. વ્યાસે આ સંદર્ભે તમામ શાળાઓની એક પરિપત્ર પાઠવીને જણાવ્યું છે કે ઓનલાઇન ડાઉનલોડ કરેલ ટિકિટ પર વિદ્યાર્થીની સહી, વર્ગ શિક્ષકની સહી અને શાળાના આચાર્યની સહી તથા સિક્કો મારીને વિદ્યાર્થીઓને આપવાની રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application