BREAKING NEWS

ગુજરાતના શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજાને ‘માઇનોર’ હાર્ટ એટેક

  • February 13, 2026 11:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતના શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજાને શુક્રવારે અચાનક છાતીમાં દુખાવો અને અસ્વસ્થતા અનુભવાતા તેમને તાત્કાલિક અમદાવાદની જાણીતી યુ. એન. મહેતા હાર્ટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તબીબોની પ્રાથમિક તપાસમાં તેમને ‘માઇનોર’ હાર્ટ એટેક આવ્યો હોવાની પુષ્ટિ થઈ હતી.


ડૉક્ટરોએ તાત્કાલિક તપાસ હાથ ધરી હતી, જેમાં હૃદયમાં બ્લોકેજ હોવાનું નિદાન થયું. ત્યારબાદ નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા સ્ટેન્ટ મૂકવાની સફળ પ્રક્રિયા કરવામાં આવી. હોસ્પિટલ સૂત્રોના જણાવ્યા અનુસાર હાલમાં શિક્ષણમંત્રીની તબિયત સ્થિર છે અને તેઓ તબીબી દેખરેખ હેઠળ છે.


સમયસૂચકતાએ બચાવ્યો જીવ
છાતીમાં સામાન્ય અસ્વસ્થતા હોવા છતાં તેને અવગણવાને બદલે મંત્રીએ તરત જ હોસ્પિટલ જવાનો નિર્ણય લીધો હતો. ડોક્ટરોના મતે, હાર્ટ એટેકના કિસ્સામાં આ 'ગોલ્ડન અવર' (શરૂઆતનો સમય) માં મળેલી સારવાર જ જીવ બચાવવામાં સૌથી મહત્વની સાબિત થાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News